અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં(Ajmer) એક નિર્દયી માતા પોતાની ત્રણ વર્ષની માસુમ બાળકીને રેલવે સ્ટેશન(Railway Station) પર ઊભેલી ટ્રેનની(Train) નીચે ધક્કો મારીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટના પછી પોલીસ બાળકીની માતાને શોધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના 18 દિવસ પહેલા ઘટી હતી. આ હૃદયદ્રાવક ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. 


જોકે, આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોની જાગૃતિના કારણે બાળકીને ટ્રેનના કોચ નીચેથી સુરક્ષિત બહાર કાઢી લેવાઈ હતી, પરંતુ તેની નિર્દયી માતા ફરાર થવામાં સફળ રહી હતી. સીસીટીવીના ફૂટેજના આધારે જીઆરપી પોલીસ આરોપી મહિલાને શોધી રહી છે. આ બાળકીને હાલ ચાઈલ્ડ લાઈન સંસ્થામાં મુકવામાં આવી છે, જ્યાં બાળકી તેની માતાની રાહ જોઈ રહી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...