કન્હૈયા લાલ મર્ડર કેસનું અજમેર કનેક્શન! આરોપીઓ સાથે થઇ હતી ગૌહર ચિશ્તીની મીટિંગ
ઉદયપુરમાં કન્હૈયા લાલ મર્ડર કેસમાં દરરોજ નવા ખુલસા થઇ રહ્યા છે. હવે હત્યાકાંડના તાર અજમેર સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ ગૌહર ચિશ્તીનું સામે આવી રહ્યું છે.
kanhaiya Lal Murder Case Update: ઉદયપુરમાં કન્હૈયા લાલ મર્ડર કેસમાં દરરોજ નવા ખુલસા થઇ રહ્યા છે. હવે હત્યાકાંડના તાર અજમેર સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ ગૌહર ચિશ્તીનું સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગૌહર ચિશ્તીએ સૂફી સંત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ સીડીઓ પર ઉભા રહી ભડકાઉ નારા લગાવ્યા હતા. એવામાં આ વ્યક્તિનું નામ હત્યાકાંડ સાથે જોડાયેલી તપાસમાં આવી રહ્યું છે.
17 જૂને લગાવ્યા હતા નારા
મીડિયા રિપોર્ટ્સના અનુસાર ગૌહર ચિશ્તીએ 17 જૂને દરગાહના મુખ્ય દ્રાર પર ઉભા રહીને 'સર તન સે જુદા' જેવા ભડકાઉ નારા લગાવ્યા હતા. ત્યારબાદ તે અજમેરથી ઉદયપુર માટે રવાના થઇ ગયા હતા. અહીં તેમણે રિયાઝ મોહમંદ સાથે મુલાકાત કરી.
અનવર હુસૈન વચ્ચેની કડી
જોકે આ મીટિંગમાં બંને વચ્ચે શું વાત થઇ, આ અત્યાર સુધી સામે ન આવી શકી. આ સાથે જ કન્હૈયા લાલ હત્યાકાંડથી ગૌહર સાથે જોડાયેલા વધુ એક સૂત્ર અનવર હુસૈન પણ રહ્યા છે. અનવર હુસૈનને એટીએસએ 30 જૂને અરેસ્ટ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેણે જ ગોહર ચિશ્તી અને રિયાઝ મોહમંદને મળાવ્યા હતા.
ગૌહર ચિશ્તીને કરાવવાની હતી ફરારીની વ્યવસ્થા
સૂત્રોની માનીએ તો કન્હૈયા લાલની હત્યા બાદ રિયાઝ મોહમંદ અને ગૌસ મોહમંદ અજમેર જ આવી રહ્યા હતા. અહીં ગૌહર ચિશ્તીને જ રિયાઝ મોહમંદ અને ગૌસ મોહમંદની ફરારીની વ્યવસ્થા કરવાની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube