નવી દિલ્હી :વિધાનસભા ઈલેક્શન માટે દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી વોટિંગ ચાલુ છે. બપોરે 3 વાગ્યા સુધી 44.78 ટકા વોટિંગ થઈ ચૂક્યુ છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને શુભકામનાઓ આપી દીધી છે. અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું કે, ‘દિલ્હીના અભૂતપૂર્વ કલ્યાણ અને વિકાસની નિરંતરતાની શુભકામનાઓ... કામ બોલે છે...’


BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાના પરિવાર સાથે વોટ આપ્યો હતો. તેમણે કહ્યું કે, તે પોતાના ત્રીજા કાર્યકાળથી લઈને અશાન્વિત છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ત્રીજીવાર ઈલેક્શન લડી રહ્યાં છે. જો તેઓ અહીથી ફરી જીતી જાય છે, તો આ એક હેટ્રિક બની જશે. કડક સુરક્ષા વચ્ચે કેજરીવાલે સિવિલ લાઈન્સ વિસ્તારમાં રાજપુર ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના બૂથ પર પોતાનો વોટ આપ્યો હતો. તેમની સાથે તેમના માતાપિતા, પત્ની અને દીકરો હાજર રહ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...