બધું જ નક્કી હતું પણ આ ભાઈના લીધે તેમના બાપુજી પ્રધાનમંત્રી બનતા-બનતા રહી ગયા! હવે સાઈકલ લઈને ફરે છે બધા!
પુત્ર એક યુવતી પર મોહી ગયો અને પિતાના હાથમાંથી સરકી ગઈ પ્રધાનમંત્રીની ખુરશી! જાણો અખિલેશ યાદવની કહાની. રાજસ્થાનની સૈનિક સ્કૂલમાં શિક્ષણ મેળવનાર અખિલેશ કેવી રીતે બન્યો સપા પ્રમુખ, ખુબ જ રોચક છે કહાની.
નવી દિલ્લીઃ પુત્ર પ્રેમમાં પડ્યો એટલે પિતાનું ભારતના પ્રધાનમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું! પુત્ર અને વહૂના કારણે આ દિગ્ગજ નેતા નહોતા બની શક્યા દેશના PM, જાણો કેમ? દેશની રાજનીતિના ઈતિહાસમાં ખુબ જ રસપ્રદ છે આ કિસ્સો... આ કહાની છે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને રાજનીતીમાં નેતાજીના નામે જાણીતા મુલાયમ સિંહ યાદવના દિકરાં અખિલેશ યાદવની. તેમને ડિમ્પલ સાથે પ્રેમ થયો અને એજ પ્રેમ પિતાને ભારે પડ્યો.
વર્ષ 2012માં ચૂંટણી જીત્યા બાદ જ્યારે સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહની રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી. તે જ સમયે અખિલેશ યાદવ મુખ્યમંત્રીની ખુરશી પર પહોંચી ગયા હતા. બાદમાં જ્યારે કાકા શિવપાલ યાદવ સાથેનો વિવાદ ચર્ચામાં રહ્યો ત્યારે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ. જેમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની અંદરની લડાઈનો માર સહન કરવો પડ્યો હતો. પરંતુ અખિલેશ યાદવનું કદ પાર્ટી અને દેશની રાજનીતિમાં સતત વધી રહ્યું છે.
અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(UP Assembly Election 2022)માં પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર છે. આ પહેલાં તેઓ 2012થી 2017 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2012માં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 38 વર્ષની હતી. તેમનું નામ ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા મુખ્યમંત્રી (Youngest Person to hold CM office) તરીકે નોંધાયેલું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી(Loksabha Election 2019) તે ઉત્તર પ્રદેશના આઝમગઢ(Azamgarh)થી ચૂંટણી લડી અને 17મી લોકસભામાં ચૂંટાયા. વર્ષ 2000માં પહેલીવાર તેઓ કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતીને સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં પહોંચ્યા હતા. તેમના પિતા મુલાયમ સિંહ (Akhilesh Yadav’s Father Mulayam Singh Yadav) પણ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતના સંરક્ષણ મંત્રી(Defense Minister of India) રહી ચૂક્યા છે.
અખિલેશ યાદવની આખી કહાની (Akhilesh Yadav biography)-
અખિલેશ યાદવનો જન્મ 1 જુલાઈ 1973ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના સૈફઈ(Saifai, Etawah)માં થયો હતો. તેમના પિતા મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીની રચના કરી હતી. જેના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. મુલાયમ સિંહ યાદવ બાદ વર્ષ 2017માં અખિલેશ યાદવે પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી. અખિલેશ યાદવની માતાનું નામ માલતી દેવી છે. અખિલેશ યાદવના લગ્ન 24 નવેમ્બર 1999ના રોજ થયા હતા. તેમની પત્ની ડિમ્પલ યાદવ (Akhilesh Yadav’s Wife Dimple Yadav) પણ રાજકારણમાં છે.
2012માં જ્યારે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કન્નૌજ લોકસભા બેઠક પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ સીટ પર પાર્ટીએ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને ઉમેદવાર બનાવ્યા અને તે ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચી. આ પછી તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં કન્નૌજ લોકસભા બેઠક પણ જીતી હતી. અખિલેશ અને ડિમ્પલ યાદવ(Akhilesh Yadav’s Family)ને ત્રણ બાળકો છે. તેમના બાળકોના નામ અદિતિ છે અને બે જોડિયા બાળકોના નામ અર્જુન અને ટીના છે. સમાજવાદી પાર્ટીની વેબસાઈટ પર નોંધાયેલા અખિલેશ યાદવના બાયોડેટા મુજબ તેઓ ખેડૂત, એન્જિનિયર, રાજકીય અને સામાજિક કાર્યકર છે. તેમનું સ્થાનિક નિવાસસ્થાન 5 વિક્રમાદિત્ય માર્ગ લખનૌમાં છે.
મુખ્યમંત્રીની ખુરશીથી પરિવારમાં ડખ્ખા-
અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા પછી તેમના પરિવારમાં ડખ્ખા શરૂ થયા. તે સમયે પક્ષ સ્પષ્ટપણે બે જૂથોમાં વહેંચાયેલો હતો. એક જૂથ એવો હતો જે અખિલેશ યાદવની તરફેણમાં હતો. જ્યારે બીજો જૂથ તેમના કાકા શિવપાલ સિંહ યાદવ(Shivpal Singh Yadav)ને ખુલ્લેઆમ ટેકો આપતો હતો. અખિલેશને બીજા કાકા પ્રોફેસર રામ ગોપાલ યાદવ(Prof. Ramgopal Yadav)નો ટેકો મળ્યો. શિવપાલ યાદવની તરફેણમાં તે સમયે પાર્ટીના મોટા નેતા અમર સિંહ(Amar Singh) અને તેમના પિતા મુલાયમ સિંહ પણ હતા. જોકે બાદમાં મુલાયમ સિંહ અખિલેશની તરફેણમાં આવ્યા હતા. શિવપાલ યાદવે અલગ પ્રોગ્રેસિવ સમાજવાદી પાર્ટીની રચના કરી. પરંતુ બંને પક્ષો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં સાથે મળીને લડી રહ્યા છે.
કેટલું ભણેલા છે સપા પ્રમુખ અખિલેશ યાદવ (Education Qualification of Akhilesh Yadav)-
અખિલેશ યાદવે પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનની ધોલપુર મિલિટરી સ્કૂલDholpur Militry School)માંથી મેળવ્યું હતું. વર્ષ 1990માં તેણે અહીંથી 12મું પાસ કર્યું. આ પછી, તેમણે 1994-95માં મૈસુર યુનિવર્સિટીમાંથી સિવિલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી લીધી હતા. ત્યાર પછી તે આ જ વિષયમાં માસ્ટર ડિગ્રી માટે ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીમાં ગયો હતા.
અખિલેશ યાદવની રાજકીય કારકિર્દી (Akhilesh Yadav’s Political Career)-
અખિલેશ યાદવ પહેલીવાર 2000માં કન્નૌજથી લોકસભા માટે ચૂંટાયા અને સંસદના નીચલા ગૃહમાં પહોંચ્યા (Akhilesh Yadav First time elected for Loksabha in 2000). તેઓ 2004 અને 2009ની સામાન્ય ચૂંટણીમાં કન્નૌજથી પણ જીત્યા અને લોકસભામાં પહોંચ્યા. આ દરમિયાન તેઓ ઘણી સમિતિઓમાં સભ્ય તરીકે સામેલ હતા. વર્ષ 2012માં જ્યારે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા (Akhilesh Yadav becomes chief minister of UP in 2012). 38 વર્ષની ઉંમરે તેઓ ઉત્તર પ્રદેશના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. 2019માં તેઓ ઉત્તર પ્રદેશના આઝમગઢ લોકસભા(Azamgarh Lok Sabha constituency) મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા અને લોકસભામાં પહોંચ્યા.
કેટલી સંપતી છે અખિલેશ યાદવ પાસે? (Akhilesh Yadav Net Worth)-
અખિલેશ યાદવની નેટવર્થ વિશે વાત કરીએ તો, 2019ની લોકસભા ચૂંટણી સમયે ફાઈલ કરવામાં આવેલા તેમના સોગંદનામામાં તેમની પાસે કુલ 37 કરોડ, 78 લાખ, 59 હજારથી વધુની સંપત્તિ હોવાનો ઉલ્લેખ છે. જ્યારે તેણે એફિડેવિટમાં જણાવ્યું કે તેની પણ 28 લાખ 53 હજારનું દેવું છે. વર્ષ 2017-18માં તેમના દ્વારા ફાઈલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્ન (Akhilesh Yadav’s ITR) મુજબ તેમની વાર્ષિક આવક 84 લાખ છે. વર્ષ 2016-17માં 71 લાખ, 2015-16માં 77 લાખ, 2014-15માં 48 લાખ આવકનું ITR અખિલેશ યાદવે ભર્યું હતું.
જ્યારે તેમની પત્ની ડિમ્પલ યાદવનું ITR (Dimple Yadav’s ITR) 2017-18માં 61 લાખ 45 હજારથી વધુ, 2016-17માં 55 લાખ, 2015-16માં 53 લાખ અને 2014-15માં 30 લાખ ભર્યું હતું. અખિલેશ અને તેની પત્ની ડિમ્પલ યાદવની આવકના મુખ્ય સ્ત્રોત પગાર, ભાડું અને ખેતી (Akhilesh Yadav’s Income Source) છે. એક સાંસદને 50,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે છે, જ્યારે અન્ય ઘણી ચૂકવણી પણ તેમને કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર એક સાંસદ પર દર મહિને 2 લાખ 70 હજારનો ખર્ચ થાય છે. અખિલેશ યાદવ સાંસદ છે તેથી દેખીતી રીતે તેમને પણ સમાન માનદ વેતન (Akhilesh Yadav’s Salary)મળે છે.
1996નું વર્ષ મુલાયમ નહીં ભૂલી શકે-
1996નું વર્ષ મુલાયમ સિંહ યાદવાના જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય તેવું રહ્યું. તેઓ ઈચ્છે તો પણ આ વર્ષને યાદ કરવા નહીં માંગે. કારણ કે આ એ જ વર્ષ હતું, જ્યારે તેઓ પીએમ બનતા બનતા રહી ગયા. મીડિયા રિપોર્ટ્સ અને અને રાજનૈતિક વિશેષજ્ઞો દાવો કરતા હતા કે એ વર્ષે પ્રધાનમંત્રીના પદ માટે મુલાયમસિંહને નામ પર મહોર લગાવવામાં આવી હતી. ત્યાં સુધી કે શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયા હતા. પરંતુ લાલૂ પ્રસાદ યાદવ પોતાની દીકરીના લગ્ન અખિલેશ યાદવ સાથે કરાવવા માંગતા હતા. આ વાતની જાણકારી અખિલેશને થઈ તો તેમણે ડિમ્પલ સાથે લગ્નની વાત કહી. જેના પર મુલાયમે પુરો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે અખિલેશ ન માન્યા તો લાલૂ પ્રસાદ યાદવ અને શરદ યાદવે સમર્થન ન ક્યું. જે બાદ મુલાયમની જગ્યાએ એચડી દેવગૌડ પીએમ બન્યા.