કોંગ્રેસે પહેલા CBI સામે રજૂ કર્યા, હેવ ભાજપે રંગ બતાવ્યો: અખિલેશ યાદવ
અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીતમાં પોતાના પર સીબીઆઇની પૂછપરછની શક્યતા અંગેના પ્રશ્નનો સવાલ પર કહ્યું કે, વધારેમાં વધારે લોકસભા બેઠકો જીતવાના સપાનો પ્રયત્ન છે. જે અમને રોકવા માંગ છે તેમની પાસે સીબીઆઇ છે.
લખનઉ: સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના કાર્યકાળમાં થયેલા ગેરકાયદે માઇનિંગ મામલે સીબીઆઇની કાર્યવાહીને લઇ રવિવારે કહ્યું કે તેઓ સીબીઆઇને જવાબ આપવા તૈયાર છે. પરંતુ ભાજપ આ યાદ રાખે કે તેઓ જે સંસ્કૃતિને છોડી જઇ રહ્યાં છે. કાલે તેમને પણ તેનો સામનો કરવા પડશે. અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીતમાં પોતાના પર સીબીઆઇની પૂછપરછની શક્યતા અંગેના પ્રશ્નનો સવાલ પર કહ્યું કે, વધારેમાં વધારે લોકસભા બેઠકો જીતવાના સપાનો પ્રયત્ન છે. જે અમને રોકવા માંગ છે તેમની પાસે સીબીઆઇ છે. એકવાર કોંગ્રેસે સીબીઆઇ તપાસ કરાવી હતી ત્યારે પણ પુછપરછ થઇ હતી. જો ભાજપ પણ આવું કરાવી રહી છે અને સીબીઆઇ પુછપરછ કરશે તો અમે જવાબો આપીશું. પરંતુ જનતા ભાજપને જવાબ આપવા માટે તૈયાર છે.
વધુમાં વાંચો: 'દબંગ' અંદાજમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી લગ્ન મંડપ, લોકો જોતા જ રહી ગયાં, જુઓ PHOTOS
તેમણે કહ્યું, 'સીબીઆઇ શા માટે બધાને ત્યાં દરોડા પાડે છે. જે પૂછવું હોય તે અમને પછી લો, પરંતુ ભાજપના લોક આ યાદ રાખે કે જે સંસ્કૃતિ તેઓ છોડીને જઇ રહ્યાં છે, તેનો કાલે તેમણે પણ સામનો કરવો પડશે.
અખિલેશે જણાવ્યું હતું કે હવે ગઠબંધનમાં આપણે કેટલી બેઠકો ફાળવી છે તે સીબીઆઇને જણાવવાનું રહેશે. મને ખુશી છે કે આ વાતની કે ભાજપે પણ તેમનો રંગ દેખાડી દીધો છે. પહેલા કોંગ્રેસે અમને સીબીઆઇ સામે રજૂ કર્યા હતા અને હવે ભાજપ આ તક આપી રહ્યું છે.
વધુમાં વાંચો: પંજાબ: 2019ની ચૂંટણી પહેલા જ AAPને મોટો આંચકો, MLA સુખપાલ સિંહ ખૈરાએ આપ્યું રાજીનામું
તેમણે કહ્યું કે ભાજપે માત્ર રાજકીય શિષ્ટાચારનો અંત લાવ્યો છે. ભાજપ ઇચ્છે છે કે જેવો તેમનો રાજકીય શિષ્ટાચાર છે, તેવો જ બીજા દળોમાં પણ થઇ જાય. પરંતુ અમે અમારી રાજકીય શિષ્ટાચારમાં ફેરફાર કરીશું નહીં. જો કોંગ્રેસ ચોર બોલી રહી છે તો ભાજપ ઇચ્છે છે કે અમે પણ તેમને ચોર બોલીએ.
એ વાત જાણીતી છે કે અગાઉની સપા સરકારના શાસનકાળમાં વર્ષ 2012થી 2016ની વચ્ચે રાજ્યમાં કથિત માઇનિંગ કૌભાંડના કિસ્સામાં સીબીઆઈએ ગઈકાલે લખનઉમાં આઇ.એ.એસ. અધિકારી બી. ચંદ્રકલાના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ બુંદેલખંડમાં ગેરકાયદે માઇનિંગના કિસ્સામાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર ચંદ્રકાલ સહિત 11 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
વધુમાં વાંચો: 'મારા માટે વડાપ્રધાન બનવાનું સપનું જોવું એ પણ દૂરની વાત હતી', જાણો PM મોદી વિશે અનેક અજાણી વાતો
વર્ષ 2012-13માં, માઇનિંગ વિભાગ તત્કાલીન મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પાસે હતું. તેથી એવું માનવામાં આવે છે કે સીબીઆઈ આ બાબતે પણ તેના પર પ્રશ્ન કરી શકે છે.