નવી દિલ્હીઃ એલોપથી વિરુદ્ધ આયુર્વેદ પર શરૂ થયેલા વિવાદમાં યોગ ગુરૂ રામદેવ પાછળ હટવા તૈયાર નથી. તેમણે હવે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનો એક વીડિયો શેર કરી એલોપથી પર કટાક્ષ કર્યો છે. બાબા રામદેવે અક્ષય કુમારના બે વીડિયો શેર કરતા તેમની વાતને કેપ્શનમાં લખી છે. બાબા રામદેવે લખ્યુ- તમે તમારા શરીરના ખુદ બ્રાન્ડ એમ્બેસેડર બનો. સરળ અને સારૂ જીવન જીઓ. આવો દુનિયાને દેખાડી દઈએ કે આપણા હિન્દુસ્તાની યોગ તથા આયુર્વેદમાં જે તાકાત છે, તે કોઈ અંગ્રેજના કેમિકલ ઇન્જેક્શનમાં નથી. આ પહેલા આમિર ખાનના શો સત્યમેવ જયતેની પણ એક ક્લિપ શેર કરી બાબા રામદેવે એલોપથી વિરુદ્ધ નિશાન સાધ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા રામદેવ તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અક્ષય કુમાર કહે છે, 'મારા વિશે ખુબ ઓછા લોકો જાણે છે કે હું છેલ્લા 25 વર્ષથી આયુર્વેદને ફોલો કરી રહ્યો છું. જેમ તમે તમારી ગાડીની સર્વિસ કરાવો છોસ તેમ મેં 14 દિવસ સુધી મારા બોડીની સર્વિસ કરાવી છે. કુદરતે આપણા માટે મોટો ખજાનો આયુર્વેદનો આપ્યો છે, પરંતુ આપણે તેની કદર કરી રહ્યાં નથી. આપણે અંગ્રેજી દવાઓ ખાઈ રહ્યાં છીએ અને સ્ટેરોયડનું ઈન્જેક્શન લઈ રહ્યાં છીએ. સ્પામાં જઈને મસાજ કરાવી સારૂ સ્વાસ્થ્ય શોધી રહ્યાં છીએ. મજાની વાત છે કે આપણે જે વિદેશી રીત અપનાવી રહ્યાં છીએ, પરંતુ તે લોકો અહીં આયુર્વેદમાં સારવાર શોધી રહ્યાં છે.'


પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે લીધી નિવૃતિ, CMના વિશેષ સલાહકાર બન્યા


રામદેવના આ નિવેદન બાદ શરૂ થયો હતો વિવાદ
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો, તેમાં તેમણે એલોપથી પર કટાક્ષ  કરતા કહ્યુ હતુ કે વેક્સિન લીધા બાદ પણ ઘણા ડોક્ટરોના મોત થયા છે. આ નિવેદન બાદ મેડિકલ એસોસિએશને વિરોધ માફીની માંગ કરી હતી. ત્યારબાદ ડો. હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો હતો. આ પત્ર મળ્યા બાદ યોગ ગુરૂએ પોતાનું નિવેદન પરત લીધુ હતું. ત્યારે લાગ્યું કે વિવાદ શાંત પડી જશે પરંતુ રામદેવે એલોપથીને લઈને 25 સવાલો પૂછ્યા હતા. ત્યારબાદ આ વિવાદ વધી ગયો. હાલના દિવસોમાં બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આમને-સામને છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube