હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, ઓછી આવક ધરાવતા લોકો માટે સરકાર લાવી નવી નીતિ
Andhra Pradesh new liquor policy: આંધ્રપ્રદેશની નવી દારૂની નીતિ 3,736 ખાનગી છૂટક દુકાનોને દારૂનું વેચાણ કરવાની મંજૂરી આપશે, જેનો હેતુ આવકમાં વધારો કરવા અને ગેરકાયદેસર દારૂના ઉપયોગને રોકવા માટે છે. નવી પોલિસી 12 ઓક્ટોબર, 2024થી લાગુ થશે.
Alcohol at rs 99: આંધ્ર પ્રદેશ સરકારે મંગળવારે નવી દારૂની નીતિ જાહેર કરી છે, જેના હેઠળ ખાનગી રિટેલરોને પણ હરિયાણા અને અન્ય રાજ્યોની જેમ દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી રાજ્યને રૂ. 5,500 કરોડની આવક થવાની ધારણા છે.
અન્ય રાજ્યો પર આધારિત આબકારી નીતિમાં સંપૂર્ણ ફેરફાર કરતા રાજ્ય સરકારે દારૂના છૂટક વેચાણનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે રાજ્યભરમાં 3,736 છૂટક દુકાનોને સૂચિત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ નવી પોલિસી 12 ઓક્ટોબર 2024થી લાગુ થશે.
આ નીતિની સાથે સરકારનું લક્ષ્ય ઓછી આવકવાળા જૂથને સસ્તો વિકલ્પ આપવાનું છે. આંધ્ર પ્રદેશ સરકારે 99 રૂપિયા કે તેનાથી ઓછી કિંમત પર સસ્તો દારૂ રજૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર દારૂની માંગને રોકવાનો છે. મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય સપ્લાયર્સને પણ આ કિંમતે તેમની બ્રાન્ડ્સ ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ETએ કંપનીઓ અને વિશ્લેષકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, નવી લિકર પોલિસી છેલ્લાં પાંચ વર્ષમાં વેચાણમાં થયેલા ઘટાડાને પાછું લાવશે તેવી અપેક્ષા છે, જે રાજ્યને ટોચના ત્રણ બજારોમાં લઈ જશે. પોલિસીનો સમયગાળો બે વર્ષનો હશે, જે નિયમનકારી વાતાવરણમાં સ્થિરતા અને અનુમાનિતતાને પ્રોત્સાહન આપશે, જે રિટેલરો દ્વારા વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ પોપટના કારણે સીતાને કેમ સહન કરવો પડ્યો શ્રીરામથી વિયોગ, જાણો રામાયણની રસપ્રદ વાર્તા
દારૂનો કારોબાર અડધો થઈ ગયો
છેલ્લા પાંચ વર્ષમાં આંધ્ર પ્રદેશનું દારૂ બજાર સતત કિંમતોમાં વધારો અને સ્થાનીક ખેલાડીઓને મહત્વ આપવાને કારણે અડધુ રહી ગયું છે. ભારતના બીયર ઉદ્યોગ એકમે કહ્યું કે તેને રાજ્યમાં હજાર કરોડ રૂપિયાના રોકાણમાં નવી આશા છે. દરેક દારૂની ભઠ્ઠીનો ખર્ચ 300 કરોડ રૂપિયાથી 500 કરોડ રૂપિયા વચ્ચે હોય છે.
કઈ રીતે મળશે લાયસન્સ?
લાયસન્સની ફાળવણી એક ઓનલાઈન લોટરીના માધ્યમથી કરવામાં આવશે અને ચાર લાયસન્સ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે,. જેની ફી 50 લાખ રૂપિયાથી 85 લાખ રૂપિયા વચ્ચે છે. દુકાન માલિકોને તેના વેચાણ પર 20 ટકાનો લાભ મળશે અને સરકાર 12 પ્રીમિયમ દુકાનોને 5 વર્ષના ગાળા માટે લાયસન્સ આપશે, જેની લાયસન્સ ફી 1 કરોડ રૂપિયા હશે. નવા આબકારી નીતિ સાથે જોડાયેલા મોટા ખેલાડીઓને બજાર ભાગીદારીમાં મહત્વપૂર્ણ લાભ થઈ શકે છે.