નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ) થી નારાજ ચાંદની ચોકના ધારાસભ્ય અલકા લાંબાએ રવિવારે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અલકા ચાંદની ચોકથી આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય છે. જો કે ધારાસભ્ય રહેશે. અલકાએ જણાવ્યું કે, મે પોતાનાં વિસ્તારમાં લોકો સાથે મંત્રણા ક્રયા બાદ જ આ નિર્ણય કર્યો છે. લોકો સાથેની વાતચીત બાદ તેમને લાગ્યું કે મારે પાર્ટી સાથે છેડો ફાડી લેવો જોઇએ. ત્યાર બાદ હું પાર્ટીનું અગ્રિમ સભ્યપદ પરથી રાજીનામું આપી રહી છું. હું ઝડપથી લેખીત રાજીનામું આપીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય


વરસાદનો કાળોકેર, મુંબઇમાં જરૂર ન હોય તો ઘરેથી નહી નિકળવા અપીલ, સોમવારે રજા જાહેર
અલકા લાંબાએ ટ્વીટ કરીને 2 વાત લખી છે, પહેલું મારી જનતાનો નિર્ણય છે કે, આમ આદમી પાર્ટીમાં સન્માનથી સમજુતી કરતા રહેવા કરતા સારુ છે કે હું પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ આપી દઉ. જેની જાહેરાત આજે કરવામાં આવી છે. બીજુ આગામી ચૂંટણી ચાંદની ચોક વિધાનસભા વિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે લડું. આખરે આમ આદમી પાર્ટીને પડકારતા લાંબાએ લખ્યું કે, આપમાં દમ હોય તો પાર્ટીમાંથી બહાર કરો. અલકાએ કહ્યું કે, તેમના વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને મોહલ્લા ક્લીનિકનું કામ બાકી છે. એક ધારાસભ્ય તરીકે પોતાનાં ક્ષેત્રની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવતા રહેશે અને તેના નિવારણ માટે કામ કરતા રહેશે.


સેનાની તહેનાતી અંગે કાશ્મીરનાં બની બેઠેલા રક્ષકોમાં બેચેની, કહ્યું આવુ ક્યારે નથી થયું
દર વખતે હું જ જીતાડી શકું નહી, એવું કામ કરો કે તમારા પોતાના દમ પર જીતી શકો: PM મોદી
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી ખતમ થયા બાદ લાંબા અને પાર્ટી વચ્ચે તણાવ વધી ગયું હતું. પાર્ટીએ તેમનાં પાર્ટી ધારાસભ્યોને વ્હોટ્સએપ ગ્રુપમાંથી પણ હાંકી કાઢ્યા હતા. ત્યાર બાદ એક ભાવુક ટ્વીટમાં લાંબાએ કહ્યું હતું કે, 2013માં આમ આદમી પાર્ટીની સાથે ચાલુ થયેલી સફર 2020માં સમાપ્ત થઇ જશે.