અરુણાચલ: દુર્ઘટનાગ્રસ્ત AN-32 વિમાનમાં સવાર તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્યાં
અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે.
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી રેસ્ક્યુ ટીમે આ વાતને સમર્થન આપી દીધુ છે. આ દુ:ખદ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનોને તેની સૂચના આપી દેવાઈ છે. તમામ 13 લોકોના મૃતદેહો મેળવી લેવાયા છે અને તેમને લાવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે.
આ અગાઉ 15 સભ્યોની રેસ્ક્યુ ટીમ ગુરુવારે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળની તપાસમાં ક્રુ મેમ્બર્સમાંથી કોઈ પણ સભ્ય જીવિત ન મળ્યો. મળતી માહિતી મુજબ દુર્ઘટનાસ્થળેથી તમામ 13 લોકોના મૃતદેહો અને એએન32 વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. મૃતદેહોને અરુણાચલ પ્રદેશથી લાવવા માટે હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરાશે. આ અગાઉ વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારે એક 15 સભ્યોની ખાસ ટીમને હેલિડ્રોપ કરાઈ હતી. આ ટુકડીમાં એરફોર્સ, આર્મીના જવાનો અને પર્વતારોહકો સામેલ હતાં.
રેસ્ક્યુ ટીમને પહેલા એરલિફ્ટ કરીને કાટમાળ પાસે લઈ જવાઈ અને ત્યારબાદ તેમને હેલિડ્રોપ કરાયા. આ અગાઉ મંગળવારે ભારતીય વાયુસેનાને ગુમ થયેલા વિમાન AN-32નો કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લામાં જોવા મળ્યો હતો. દુર્ઘટનાવાળો વિસ્તાર ખુબ ઊંચાઈએ અને ગાઢ જંગલો વચ્ચે છે. આવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવાનું કામ ખુબ પડકારભર્યુ હતું.
જુઓ LIVE TV