નવી દિલ્હીઃ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.


કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના હવાલાથી કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ ઓફિસો 22 જાન્યુઆરીએ અડધો દિવસ બંધ લેશે. આ નિર્ણય અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રામ મંદિરને લઈને પ્રજાના ઉત્સાહને જોવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube