જૂની ટીમ સાથે નવી સરકાર ચલાવશે કેજરીવાલ, કેબિનેટમાં નહીં કરે ફેરફાર
સૂત્રો પ્રમાણે, અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમ સામેલ થઈ શકે છે.
નવી દિલ્હીઃ 16 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ એકવાર ફરી મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. સૂત્રોનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. અરવિંદ કેજરીવાલની નવી સરકારમાં બધા જૂના મંત્રી બીજીવાર લેવામાં આવશે. તેવામાં અરવિંદ કેજરીવાલ સરકારના જૂના સાતેય મંત્રી એકવાર ફરી શપથ લઈ શકે છે. અરવિંદ કેજરીવાલનું માનવું છે કે જે સરકારના કામ પર અમે બીજીવાર જીતીને આવ્યા છીએ, તે લોકોને બીજીવાર મંત્રી બનાવવા જોઈએ.
સૂત્રો પ્રમાણે, અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમ સામેલ થઈ શકે છે. મંત્રીઓને ખાતાની ફાળવણી પછી કરવામાં આવશે.
મહત્વનું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ ન માત્ર 62 સીટ જીતી પરંતુ ભાજપને માત્ર 8 સીટ પર સમેટી દીધી. જીત બાદ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે 16 ફેબ્રુઆરી સવારે 10 કલાકે અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર શપથ લેશે, પરંતુ આ શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ અને મુખ્યપ્રધાનની હાજરી હશે નહીં.
ભારત આવનારા 7માં અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શા માટે આ પ્રવાસ છે ખાસ
આ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની દિલ્હીમાં બુધવારે યોજાયેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલને એકવાર ફરી નેતા ચૂંટવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના નામનો પ્રસ્તાવ રાખ્યો જેનું તમામ ધારાસભ્યોએ સમર્થન કર્યું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube