ભારત આવનારા 7માં અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શા માટે આ પ્રવાસ છે ખાસ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવું તે માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ત્યાં વસેલા ભારતીય ટ્રમ્પની જીતનો માર્ગ સરળ બનાવી શકે છે. 

Updated By: Feb 12, 2020, 06:18 PM IST
 ભારત આવનારા 7માં અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શા માટે આ પ્રવાસ છે ખાસ

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરી મહિનો ખુબ ખાસ રહેશે. ખાસ તે માટે કારણ કે આ મહિનાની 24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે. તેમનો આ પ્રવાસ માત્ર ભારત માટે ખાસ નહીં પરંતુ આ ક્ષેત્ર માટે મહત્વનો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અમેરિકાના છ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવી ચુક્યા છે. જેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ છે જે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઓબામા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રમ્પની વ્યસ્તતાને કારણે તે શક્ય ન બની શક્યું.

અમેરિકામાં આ વર્ષના અંતે યોજાશે ચૂંટણી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવું તે માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ત્યાં વસેલા ભારતીય ટ્રમ્પની જીતનો માર્ગ સરળ બનાવી શકે છે. અહીં પર સાઉથ એશિયન એડવોકેસી ગ્રુપના આંકડા ઘણા રસપ્રદ છે. તે પ્રમાણે 2019માં ભારતીય મૂળના લોકો સંખ્યા અમેરિકામાં આશરે 38 ટકા જેટલી વધી છે. 2010માં અહીં પર ભારતીયોની જનસંખ્યા આશરે 31,83,063 હતી જે 2017માં વધીને 44,02,363 થઈ ગઈ છે. અહીં પર વસતા લોકોમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશના લોકો સૌથી વધુ છે. ત્યારબાદ ગુજરાત, પંજાબ, તમિલનાડુ, કેરલનો નંબર આવે છે. 

કેમ છો ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાતમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જેને 'કેમ છો ટ્રમ્પ (Kem Cho, Trump! Howdy Trump) નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 'હાઉડી મોદી'ની જેમ આયોજીત કરવામાં આવશે. ટ્રમ્પના આ પ્રવાસમાં ભારત અને અમેરિકા વચ્ચે કેટલિક રક્ષા સમજૂતી પણ થઈ શકે છે. આ પ્રવાસમાં ટ્રમ્પની સાથે ફર્લ્ટ લેડી પણ આવી રહ્યાં છે.

દોષીતોની ફાંસી ટળવાથી નારાજ નિર્ભયાના માતા, પટિયાલા હાઉસ કોર્ટ પર કરી નારેબાજી   

ટ્રમ્પ પહેલા આવી ચુક્યા છે આ રાષ્ટ્રપતિ
અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ કે ભારત આવનારા અમેરિકી રાષ્ટ્રપતિઓમાં માત્ર જિમી કાર્ટર જ એવા રાષ્ટ્રપતિ રહ્યાં છે જે ભારત આવ્યા બાદ પાકિસ્તાન ગયા નથી. આવો તે રાષ્ટ્રપતિઓ પર એક નજક કરીએ. 

- 1959માં પ્રથમવાર અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવ્યા હતા. ડ્વાઇટ આઇઝનહાવર રાષ્ટ્રપતિ તરીકે 7-9 ડિસેમ્બર 1959 વચ્ચે પ્રથમવાર ભારત આવ્યા હતા. ત્યારબાદ તેઓ પાકિસ્તાન પણ ગયા હતા. 

- રિકાર્ડ નિક્સન બીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા જે 31 જુલાઈથી 1 ઓગસ્ટ 1969 વચ્ચે ભારત આવ્યા હતા. ત્યારબાદ નિક્સન પણ પાકિસ્તાન ગયા હતા. 

- જિમી કાર્ટર ભારત આવનાર ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ હતા. તેઓ 1-3 જાન્યુઆરી 1978ના ભારત આવ્યા હતા. તેમણે અહીં સંસદને પણ સંબોધિત કરી હતી. 

- ભારત આવનારા ચોથા રાષ્ટ્રપતિ બન્યા હતા બિલ ક્લિન્ટન, જે 19-25 માર્ચ 2000 દરમિયાન ભારતના પ્રવાસે આવ્યા હતા. અહીં તેમણે સંસદને સંબોધિત કરી હતી અને ઉર્જા સહિત પર્યાવરણને લઈને એક સંયુક્ત નિવેદન પર પણ હસ્તાક્ષર કર્યાં હતા. ત્યારબાદ તેઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. 

- જોર્જ બુશ પાંચમાં એવા અમેરિકી રાષ્ટ્રપતિ હતા જે ભારતના પ્રવાસે આવ્યા હતા. તેઓ 1-3 માર્ચ 2006 વચ્ચે ભારતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ ઉર્જાને લઈને એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ બુશ પાકિસ્તાન ગયા હતા. 

- 25-27 જાન્યુઆરી 2015 દરમિયાન બરાક ઓબામાએ ભારતની યાત્રા કરી હતી. તેઓ એવા અમેરિકી રાષ્ટ્રપતિ હતા જે ગણતંત્ર દિવસ સમારોહનો ભાગ બન્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...