નવી દિલ્હી: જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 1996માં અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી રહ્યાં હતાં. આ સાથે તેમણે અનેક હાઈ પ્રોફાઈલ કેસ પણ લડ્યાં. કરાચીથી તેઓ ખિસ્સામાં એક પૈસો લઈને ભારત આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે અહીં મોટા મોટા કેસ લડીને વકીલાતમાં નામના મેળવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર


1. રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ તત્કાલિન બોમ્બે પ્રેસિડેન્સીના શિકારપુર(હવે પાકિસ્તાનનો ભાગ)માં થયો હતો. 


2. રામ જેઠમલાણીએ 17 વર્ષની ઉંમરે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેઓ વિશેષ સ્થિતિમાં 18 વર્ષની ઉંમરે વકીલ બન્યા હતાં. તે સમયે વકીલ બનવા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી. તેમણે ત્યારબાદ બોમ્બે યુનિવર્સિટીમાંથી વકીલાતમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...