દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં. 

દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

નવી દિલ્હી: જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં. 

રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુર (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓ માટે કેસ લડ્યો હતો. અટલ સરકારમાં જૂન 1999થી જુલાઈ 2000 સુધી તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી રહ્યાં હતાં. 

જુઓ LIVE TV

રામ જેઠમલાણી લડ્યા હતા તે 10 મોટા કેસ વિશે જાણો

1. હવાલા કાંડમાં લાલકૃષ્ણ અડવાણીનો બચાવ

2. જેસિકા લાલ હત્યાકાંડમાં મનુ શર્માનો બચાવ

3. ઈન્દિરા ગાંધીની હત્યાના આરોપીઓનો બચાવ

4. રાજીવ ગાંધીની હત્યાના આરોપીઓનો બચાવ

5. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ મામલે અમિત શાહ (ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી)નો બચાવ

6. 2જી સ્પેક્ટ્રમ મામલે કનિમોઝીનો બચાવ

7. જગ્ગી હત્યા કેસમાં અમિત જોગી (અજીત જોગીના પુત્ર)નો બચાવ

8. જોધપુર શારીરિક શોષણ મામલે આસારામ બાપુનો બચાવ

9. ભાકપા વિધાયક કૃષ્ણા દેસાઈ હત્યાકાંડમાં શિવસેનાનો બચાવ

10. અરુણ જેટલીએ કરેલા બદનક્ષી કેસમાં AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો બચાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news