All India Weather Forecast: મુંબઈ સહિત આ વિસ્તારોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, વરસાદ-પૂરથી આફત વકરશે
All India Weather Forecast: હવામાન વિભાગે આજે દેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જે રાજ્યોમાં ચેતવણી આપવામા આવી છે તેમાં તેલંગણાથી લઈને મહારાષ્ટ્ર, અને પૂર્વોત્તરના અનેક રાજ્યો સામેલ છે. આ સાથે જ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
All India Weather Forecast: હવામાન વિભાગે આજે દેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જે રાજ્યોમાં ચેતવણી આપવામા આવી છે તેમાં તેલંગણાથી લઈને મહારાષ્ટ્ર, અને પૂર્વોત્તરના અનેક રાજ્યો સામેલ છે. આ સાથે જ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને રાયગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અન્ય રાજ્યોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની અને ભારે પવન ફૂંકાવવાની ચેતવણી અપાઈ છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તેલંગણા, વિદર્ભ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. પૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિઓ વધશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 31 જુલાઈ સુધી હળવાથી મધ્યમ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
દિલ્હી-એનસીઆરમાં આવું રહેશે હવામાન
હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શનિવાર સુધી સતત વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે પૂર્વ યુપીમાં શુક્રવારથી 31 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં આજે વરસાદ પડશે. મધ્ય ભારતમાં ગુરુવારથી શનિવાર સુધી હળવાથી મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ અને વિદર્ભમાં પણ આજે અલગ અલગ સ્થળો પર ખુબ ભારે વરસાદની શક્યતા છે.
પશ્ચિમ ભારતમાં શનિવાસ સુધી હળવાથી ભારે, અતિભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કોંકણ, ગોવા, અને મધ્ય ગુજરાતના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ગુજરાત અને મરાઠાવાડામાં પણ વરસાદની સંભાવના છે. મુંબઈ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં આજે શુક્રવારે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં આજે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે.
પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી વરસાદ
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજેથી શનિવાર સુધી, ઝારખંડમાં શનિવારથી 31 જુલાઈ સુધી અને બિહારમાં 30-31 જુલાઈના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારતમાં 31 જુલાઈ સુધી હળવાથી મધ્યમ, ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ કેટલાક સ્થળો પર અતિભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં આજે અલગ અલગ જગ્યાઓ પર અતિભારે વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube