Maharashtra સરકારમાં નવી ફૂટ? CM ઠાકરે લૉકડાઉન લગાવવા તૈયાર, NCPએ કર્યો વિરોધ
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Corona Virus) ને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ધવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લૉકડાઉનના મામલામાં ઉદ્ધવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લૉકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી.
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે.
બોર્ડની પરીક્ષાઓ પહેલા પીએમ મોદીના પુસ્તક 'Exam Warriors' ની નવી એડિશન લોન્ચ
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. એક દિવસ પહેલા 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આજે 31643 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 102 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 થઈ ગયા છે. અત્યાર સુધી 23,53,307 લોકો સાજા થયા છે.
મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ રહેશે. લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube