બોર્ડની પરીક્ષાઓ પહેલા પીએમ મોદીના પુસ્તક 'Exam Warriors' ની નવી એડિશન લોન્ચ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘણી આકર્ષિત ગતિવિધિઓ છે કારણ કે એક્ઝામ વોરિયર્સની નવી એડિશનમાં છાત્રો, વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન જાણકારીની સાથે સમૃદ્ધ કરવામાં આવી છે.   

Updated By: Mar 29, 2021, 07:45 PM IST
બોર્ડની પરીક્ષાઓ પહેલા પીએમ મોદીના પુસ્તક 'Exam Warriors' ની નવી એડિશન લોન્ચ

નવી દિલ્હીઃ બોર્ડની પરીક્ષાઓ પગેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે પોતાના પુસ્તક 'એક્ઝામ વોરિયર્સ (Exam Warriors)' ની નવી એડિશન લોન્ચ કરી છે. પુસ્તકની નવી એડિશનની જાહેરાત કરતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, એક્ઝામ વોરિયર્સની નવી એડિશન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના મૂલ્યવાન ઇનપુટથી સમૃદ્ધ છે. પીએમ મોદીએ તે પણ કહ્યુ કે, એક્ઝામ વોરિયર્સની નવી એડિશનમાં પર્યાપ્ત ભાગ જોડવામાં આવ્યા છે જે વિશેષ રૂપથી વાલીઓ અને શિક્ષકોને પસંદ આવશે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે, 'મને તે જણાવતા ખુશી થઈ રહી છે કે એક્ઝામ વોરિયર્સની નવી એડિશન ઉપલબ્ધ છે.'

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘણી આકર્ષિત ગતિવિધિઓ છે કારણ કે એક્ઝામ વોરિયર્સની નવી એડિશનમાં છાત્રો, વાલીઓ અને શિક્ષકોની મૂલ્યવાન જાણકારીની સાથે સમૃદ્ધ કરવામાં આવી છે. તેમાં નવા ભાગોને જોડવામાં આવ્યા છે જે વિશેષ રૂપથી વાલીઓ અને શિક્ષકોને ખુબ પસંદ આવશે. 

એક્ઝામ વોરિયર્સની નવી એડિશનની વાત કરતા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે, પરીક્ષાની સીઝન શરૂ થવાની છે. મને આ જણાવતા ખુશી થઈ રહી છે કે એક્ઝામ વોરિયર્સની નવી એડિશન ઉપલબ્ધ છે. પુસ્તકમાં નવા મંત્ર અને ઘણી રોમાંચક ગતિવિધિઓ છે. પુસ્તક પરીક્ષા પહેલા તણાવ મુક્ત રહેવાની જરૂરીયાતની પુષ્ટિ કરે છે. 

આ પણ વાંચોઃ Corona: હોળીના તહેવાર વચ્ચે દેશમાં પાંચ મહિનામાં સૌથી વધુ કેસ, ઋષિકેશની તાજ હોટલ બંધ  

પીએમ મોદીએ આગામી બોર્ડ પરીક્ષા અને શૈક્ષણિક તણાવનો સામનો કરવાની રીત વિશે સૂચન આપતા કહ્યુ કે, 'પરીક્ષા પે ચર્ચા 2021' દરમિયાન તે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સાથે વાતચીત કરશે. પરંતુ તેના આયોજનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. 

મહત્વનું છે કે પીએમ મોદીના આ પુસ્તકમાં આકર્ષિત ચિત્ર, ગતિવિધિઓ અને યોગ અભ્યાસ છે. આ પુસ્તક વિશેષરૂપે માર્કસ પર નહીં પરંતુ જ્ઞાન પર ધ્યાન કેન્દ્રીત કરી તણાવ મુક્ત પરીક્ષાઓમાં કઈ રીતે ભાગ લેવો તેના પર આધારિત છે. એક વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે પીએમ મોદીના આ પુસ્તકનું વિમોચન કર્યુ હતું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube