Bank Privatisation Latest News: કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બેંકોનું ખાનગીકરણ (bank privatisation in india)કરવામાં આવ્યું છે. હવે ફરી એકવાર બેંકોના ખાનગીકરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે ઘણી બેંકો અને કંપનીઓનું ખાનગીકરણ (bank privatisation)કરવાનો નિર્ણય લીધો છે, જેના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં સરકારી કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI સિવાયની તમામ બેંકો ખાનગી થઈ શકે છે
દેશના બે અગ્રણી અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સિવાયની તમામ સરકારી બેંકોને ખાનગી હાથમાં સોંપવી જોઈએ. આ ઉપરાંત, નીતિ આયોગે કહ્યું છે કે દેશની 6 સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં.


આ પણ વાંચો:
હવે ફરી ચીનથી નવો એવિયન ફ્લુ ફેલાવવાનો ખતરો, ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
રાશિફળ: વૃષભ, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને મળશે સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે
આ છે દુનિયાની સૌથી મોંઘી રેસ્ટોરેન્ટ, બિલ જોઈને થઈ જશો હેરાન!


નીતિ આયોગે આ યાદી બહાર પાડી હતી
નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકનું ખાનગીકરણ નહીં કરે. સરકારે કહ્યું છે કે આ 6 બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. સરકારી અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ જે લોકો સરકારી બેંક કોન્સોલિડેશનનો ભાગ હતા તેમને ખાનગીકરણથી દૂર રાખવામાં આવ્યા છે.


ઓગસ્ટ 2019માં બેંકોનું મર્જર થયું
તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં સરકાર દ્વારા 10 માંથી 4 બેંકોનું મર્જર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 27 થી ઘટીને 12 થઈ ગઈ છે. હાલમાં આ બેંકોના ખાનગીકરણને લઈને કોઈ આયોજન નથી. અભિપ્રાય આપતા નાણા મંત્રાલયે કહ્યું છે કે આ તમામ બેંકોને ખાનગીકરણથી દૂર રાખવી જોઈએ.


નાણામંત્રીએ જાહેરાત કરી હતી
નાણામંત્રીએ ગયા વર્ષના બજેટમાં જાહેરાત કરી હતી કે IDBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે. સરકારે આ બેંકમાં પોતાનો હિસ્સો વેચવાની યોજના બનાવી છે. આ અંગે પ્રક્રિયા આગળ ધપાવી છે. સતત વિરોધ છતાં સરકારે ખાનગીકરણ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. આ સાથે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેને વીમા કંપનીને વેચવામાં આવશે.


આ પણ વાંચો:
હાઈ બ્લડપ્રેશરના દર્દી છો ? તો મીઠું જ નહીં આ 5 વસ્તુઓને પણ ખોરાકમાં લેવાનું ટાળો
Hairfall Solution: વાળ ખરવાની સમસ્યા છે તો આ ઘરેલુ નુસખાઓ અજમાવો, ઝડપથી દેખાશે અસર

ચૂંટણી પહેલાં લાખો લોકોને અપાશે નોકરી! PM 13 એપ્રિલે 71,000 નિમણૂક પત્રોનું કરશે...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube