ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, હવે ફરી ચીનથી નવો એવિયન ફ્લુ ફેલાવવાનો ખતરો

ગુજરાતમાં કોરોનાથી સતર્ક રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે. લોકોએ કોરોનાથી બચવા માટે પહેલાંની જેમ કેટલાંક નિયમો સ્વંયભૂ પાડવાની જરૂર છે.

ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, હવે ફરી ચીનથી નવો એવિયન ફ્લુ ફેલાવવાનો ખતરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ગરમી વધરી છે અને બીજી તરફ દવાખાનાઓમાં કોવિડના દર્દીઓ પણ વધી રહ્યાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ગુજરાત સહિત દેશભરમાં હાલ H3N2 વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અગાઉ H1N1 કે સ્વાઈન ફ્લુએ કહર મચાવ્યો હતો અને હવે સામાન્ય રીતે પશુપંખીઓમાં રહેલ અને એવિયન એન્ફલુએન્ઝા કહેવાતો એચ૩એન૮ વેરિયેન્ટ માણસોમાં આવવાનું જોખમ સર્જાયું છે. આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં આવો ત્રીજો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

 

H1N1 ,હાલ એH3N2 પછી હવે H3N8નો ખતરો મંડરાઈ રહ્યો છે. પોલ્ટ્રી,વન્ય પંખીઓ ઉપરાંત શ્વાન,અશ્વોમાં પણ આ રોગ સામાન્ય, માણસોમાં પશુ-પંખીથી ફેલાતો હોય કોરોના જેવું જોખમ હાલ નથી. ચીનના ગુઆંગડોંગની એક ૫૬ વર્ષીય મહિલાને ગત ૨૨ ફેબુ્ર.એ આ ગંભીર ન્યુમોનિયા થતા તેને હોસ્પિટલમાં ખસેડાયેલ અને તા.૩ માર્ચે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, બીમાર થયા તે પહેલાં આ મહિલા પશુપાલન અને પોલ્ટ્રીના કામમાં જોડાયેલાં હતાં. અને તેના ઘર આસપાસ વન્યપંખીઓ પણ આવતા. જો કે મહિલાના સંપર્કમાં આવેલા અન્ય લોકોમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા નથી. આ પરથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું તારણ કાઢ્યું છે કે આ વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકવાની ક્ષમતા ધરાવતો નથી, તેથી તેના પ્રસરવાનું જોખમ ઓછુ છે. 

આ વાયરસ પ્રાણીઓમાં વિશ્વભરમાં સામાન્ય જોવા મળતો હોય છે અને પંખીઓમાં તે ખાસ લક્ષણો જન્માવતો નથી. પોલ્ટ્રી, વન્ય પંખીઓ ઉપરાંત તેનું ટ્રાન્સમીશન શ્વાનો,અશ્વોમાં પણ જોવા મળે છે. ચીનમાં અગાઉ એપ્રિલ અને મે 2022માં આવા કેસો કન્ફર્મ થયા છે જે પોલ્ટ્રી સાથેના સંપર્કમાં હતા. હૂ દ્વારા આ માટે જાગૃતિ કેળવવા, પશુ માર્કેટ,પોલ્ટ્રી વગેરેના સંપર્કમાં આવતા સાવચેત રહેવા, સતત હાથ ધોવા અને આલ્કોહોલ બેઝ સેનીટાઈઝર વાપરવા તથા માસ્ક જેવું રેસ્પિરેટરી પ્રોટેક્શન રાખવા તથા સર્વેલન્સ પર ભાર મુકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news