પ્રયાગરાજઃ જાતીય સતામણીના મામલામાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વામી ચિન્મયાનંદને આજે સોમવારે જામીન મળી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલહાબાદ હાઈકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતા ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે 16 નવેમ્બરે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. 


ચિન્મયાનંદ પર તેમની કોલેજ સ્વામી શુકેદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરનારી એક વિદ્યાર્થિનીએ યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં એસઆઈટી તપાસ કરી રહી છે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ પણ મસ્જિદોમાં પ્રવેશનો અધિકાર માંગી રહી છે


હાઈકોર્ટે નકારી અરજી
આ પહેલા પાછલા મહિને શાહજહાંપુરમાં એલએલએમ વિદ્યાર્થીની વિદ્યાર્થિની સાથે યૌન શોષણના આરોપમાં ઘણા મહિનાથી જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સ્વામી ચિન્મયાનંદની અલહાબાદ હાઈકોર્ટે અરજી નકારી દીધી હતી. 


સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મામલાનું મોનીટરિંગ કરી રહેલી અલહાબાદ હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે સ્વામી ચિન્મયાનંદની તે અરજીને નકારી હતી, જેમાં તેમણે ખુદને મોનીટરિંગ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી હતી. 


સ્વામી ચિન્મયાનંદની અરજીને નકારવા સિવાય અલહાબાદ હાઈકોર્ટે મોનીટરિંગ મામલામાં ચાલી રહેલી સુનાવણીને પૂર્ણ માનતા પોતાના ચૂકાદાને સુરક્ષિત રાખ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...