હૈદરાબાદ: તેલંગણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં મહિલાએ એક સાથે 139 લોકો પર બળાત્કાર કરવાનો આરોપ લાગાવ્યો છે. પોલીસે શુક્રવારના જણાવ્યું કે મહિલાની ફરીયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુંજાગુટ્ટા પોલીસ સ્ટેશનના અનુસાર કેસ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલાને મેડિકલ ચેકઅપ (Medical check up) માટે મોકલવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે, લગ્નના એક વર્ષ પછી 2010માં તેના તલાક થયા હતા. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના પૂર્વ પતિ (Ex husband)ના કેટલાક પરિવારજનો પણ તેને યૌન ઉત્પીડન કરી. મહિલાની ફરિયાદ અનુસાર 139 લોકોએ વીતી ગયા વર્ષોમાં તેનું જુદી જુદી જગ્યા સ્થાન પર યૌન શૌષણ કર્યું અને ધમકી આપી. તે આરોપીઓના ભયના કારણે પોલીસમાં આટલા સમય સુધી ફરિયાદ નોંધાવી ન હતી.


આ પણ વાંચો:- દિલ્હીના ધૌલા કુઆ રિંગરોડ પર એન્કાઉન્ટર, ISISના આતંકીની ધરપકડ


હૈદરાબાદમાં બળાત્કાર કેસ
28 નવેમ્બર 2019ના એક મહિલા ડોક્ટરની સાથે રેપ કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. જેમાં 4 આરોપીની ઓળખ થયા બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. ચારેય આરોપી એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા.


આ પણ વાંચો:- ભારતે આપ્યો મોટો ઝટકો, સેમી હાઇ સ્પીડ ટ્રેનોના નિર્માણથી ચીન કંપનીઓ બહાર


બળાત્કાર પર કઇ કઇ કલમ (Section)?
મહિલા સાથે બળાત્કાર પર ભારતીય દંડ સંહિતા (India Penal Code)માં 376 તેમજ 375ના અંતર્ગત સજાની જોગવાઇ છે. કોઇપણ મહિલાની સાથે બળાત્કાર કરવાના આરોપ પર કલમ 376 અંતર્ગત કેસ ચલાવવામાં આવે છે. જેમાં આરોપ સિદ્ધ થવા પર દોષીને ઓછામાં ઓછી 5 વર્ષ તેમજ વધુમાં વધુ 10 વર્ષની કડક સજા આપવાની જોગવાઇ છે. આ ગુનાને જુદા જુદા હાલાત અને શ્રેણીના હિસાબથી કલમ 375, 376, 376ક, 376ખ, 376ગ, 376ઘ, તરીકે વિભાજિત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર