ગોવામાં મુખ્યમંત્રીએ વિભાગોની ફાળવણી કરી, પ્રમોદ સાવંતે પાંચ મંત્રાલય પોતાની પાસે રાખ્યા
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગૃહ, નાણા, તકેદારી, સત્તાવાર ભાષા સહિત પાંચ મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. વિશ્વજીત રાણેને સ્વાસ્થ્ય અને શહેરી વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે.
પણજીઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી દીધી છે. મુખ્યમંત્રી સાવંતે ગૃહ, નાણા, કર્મચારી, તકેદારી, સત્તાવાર ભાષા સહિત પાંચ વિભાગ પોતાની પાસે રાખ્યા છે. વિશ્વજીત પી રાણેને સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ સહિત પાંચ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 20 સીટ જીતી હતી. પાછલા સોમવારે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી સિવાય વિશ્વજીત રાણે, મૌવિન ગોડિન્હો, રવિ નાઇક, નીલેશ કાબરાલ, સુભાષ શિરોડકર, રોહન ખૌંટે, ગોવિંદ ગૌડે અને અતનાસિયો મોનસેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
ક્યા મંત્રીને મળ્યો ક્યો વિભાગ?
વિશ્વજીત પી રાણે- સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ટીસીપી, મહિલા અને બાળ કલ્યાણ, વન.
મૌવિન ગોડિન્હો- પરિવહન, ઉદ્યોગ, પંચાયત અને પ્રોટોકોલ.
રવિ નાઈક- કૃષિ, હેન્ડક્રાફ્ટ અને સિવિલ આપૂર્તિ.
નીલેશ કબરાલ- કાયદાકીય બાબતો, પર્યાવરણ, કાયદો અને ન્યાયતંત્ર અને PWD
સુભાષ શિરોડકર- WRD, સહયોગ (કોઓપરેશન)
રોહન ખૌંટે- ટૂરિઝમ, આઈટી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી
ગોવિંદ ગૌડે- ખેલ, કલા અને સંસ્કૃતિ તથા RDA
અતાનાસિયો મૌનસેરાતે- મહેસૂલ, લેબર અને વેસ્ટ મેનેજમેન્ટ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube