અલવરઃ ગાય તસ્કરીના કેસમાં થયેલી પહલુખાન હત્યા કેસમાં કોર્ટે તમામ 6 આરોપીઓને બુધવારે દોષમુક્ત જાહેર કર્યા છે. અવરમાં લગભગ બે વર્ષ પહેલા ગાયની તસ્કરી ઘટમાં પહેલુ ખાનની હત્યા પછી આ ઘટના દેશ-દુનિયામાં ચર્ચામાં રહી હતી. આ કેસમાં બે સગીરવયના અપરાધી સહિત કુલ 9ની સામે કેસ દાખલ કરાયો હતો. કોર્ટે 44 લોકોના નિવેદન નોંધ્યા હતા. સગીર વયના અપરાધીઓનો કેસ કિસોર ન્યાયાલયમાં ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે કોર્ટમાં જે વીડિયો રજૂ કરાયો તેને પાકો પુરાવો માન્યો નથી. કોર્ટે વિપિન યાદવ, રવિન્દ્ર કુમાર, કાલુરામ, દયાનંદ, ભીમ રાઠી અને યોગેશને દોષમુક્ત જાહેર કર્યા છે. વકીલ હેમચંદ્ર શર્માએ જણાવ્યું કે, કોર્ટે શંકાનો લાભ આપીને તમામને દોષમુક્ત જાહેર કર્યા હતા. 


દિલ્હી કોંગ્રેસ કાર્યાલયઃ પોસ્ટરમાં રાહુલના સ્થાને આવ્યા સોનિયા ગાંધી, નેમ પ્લેટ પણ બદલાઈ


અલવરના બહોરોડમાં 1 એપ્રિલ, 2017ના રોજ હરિયાણાના જયસિંહપુરામાં રહેતા પહલુખાન પોતાના પુત્રો અને ભત્રીજાઓ સાથે બે ગાડીમાં જયપુરના હટવાડાથી ગાયોને લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં બહરોડમાં એક ભીડે રોકીને ગાયોની તસ્કરીની આશંકામાં મારપીટ કરી હતી, જેમાં પહલુખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યાં ઈલાજ દરમિયાન તેનું મોત થયું હતું. 


પોલીસે એ સમયે બહરોડમાં રહેતા વિપિન યાદવ, દયાનંદ, રવિન્દ્ર કુમાર, યોગેશ કુમાર, ભીમ રાઠી અને દીપક ઉર્ફે ગોલુની ધરપકડ કરી હતી. બે સગીર વયના અપરાધીની પણ ધપકડ કરાઈ હતી. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....