દિલ્હી કોંગ્રેસ કાર્યાલયઃ પોસ્ટરમાં રાહુલના સ્થાને આવ્યા સોનિયા ગાંધી, નેમ પ્લેટ પણ બદલાઈ
રાહુલ ગાંધી હવે એક સાંસદ તરીકે જ કોંગ્રેસની ઓફિસમાં આવતા જતા રહેશે, ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવાયા છે
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા ગાંધીના પુનરાગમન પછી પાર્ટીમાંથી રાહુલ યુગનો અંત આવ્યો છે, પરંતુ આ પરિવર્તનની સાથે-સાથે બીજું પણ ઘણું બધું બદલાયું છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીનું પોસ્ટર પણ કોંગ્રેસ કાર્યાલયની બહારથી દૂર કરીને તેના સ્થાને સોનિયા ગાંધીની તસવીરવાળું પોસ્ટર લગાવાયું છે. આટલું જ નહીં, કોંગ્રેસ કાર્યાલયના અંદર પણ પાર્ટીના અધ્યક્ષ તરીકે રાહુલની નેમ પ્લેટ દૂર કરીને હવે સોનિયા ગાંધીની નેમ પ્લેટ લગાવાઈ છે.
કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની ચેમ્બર પાર્ટીના કાર્યાલયમાં રહેશે. લોકસભા ચૂંટણી પહેલાં મહામંત્રી બનેલા પ્રિયંકા ગાંધીની પણ કોંગ્રેસ કાર્યાલયમાં ચેમ્બર રહેશે, પરંતુ રાહુલ ગાંધીને કોઈ ચેમ્બર મળશે નહીં. કેમ, કોંગ્રેસની કચેરીમાં હવે તેમના માટે બેસવાનું કોઈ સ્થાન રહ્યું નથી.
તેઓ માત્ર સાંસદ તરીકે જ આવશે
કોંગ્રેસના કાર્યાલયમાં સામાન્ય રીતે પાર્ટીના અધ્યક્ષ, મહામંત્રી અને સચિવને જ ચેમ્બર મળે છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં એક પણ પદ પર ન હોવાના કારણે હવે માત્ર સાંસદ તરીકે જ કાર્યાલયમાં આવતા જતા રહેશે. CWCમાં તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભાગ લેશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના અનુસાર, કોંગ્રેસના અત્યાર સુધીના ઈતિહાસમાં એકમાત્ર ગુલામ નબી આઝાદ જ એવા નેતા છે, જેમની પાસે પાર્ટીનું કેન્દ્રીય પદ ન હોવા છતાં AICCમાં તેમને એક રૂમ ફાળવવામાં આવેલો છે.
એ સમયે ગુલામ નબી આઝાદને મહામંત્રીના પદ પરથી દૂર કરીને જમ્મુ-કાશ્મીરના અધ્યક્ષ બનાવાયા હતા. ત્યાર પછી ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને તેમનો રૂમ કોંગ્રેસ કચેરીમાં રાખવા વિનંતી કરી હતી. એ સમયે સોનિયા ગાંધીના આદેશ પછી ગુલામ નબીં આઝાદને આ સુવિધા મળી હતી.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે