અમર જવાન જ્યોતિ હવે India Gate પર જોવા નહીં મળે, જાણો ક્યાં કરાશે વિલીન
દેશની રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક ચાલુ રહેતી અમર જવાન જ્યોતિ હવે જોવા નહીં મળે. કારણ કે તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે વિલીન કરી દેવાશે. સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ડિયા ગેટ પર બનેલા અમર જવાન જ્યોતિની હંમેશા પ્રગટેલી જોવા મળતી મશાલ હવે 50 વર્ષ બાદ હંમેશા માટે બંધ થઈ જશે.
નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક ચાલુ રહેતી અમર જવાન જ્યોતિ હવે જોવા નહીં મળે. કારણ કે તેને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે વિલીન કરી દેવાશે. સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ડિયા ગેટ પર બનેલા અમર જવાન જ્યોતિની હંમેશા પ્રગટેલી જોવા મળતી મશાલ હવે 50 વર્ષ બાદ હંમેશા માટે બંધ થઈ જશે.
હવે આ મશાલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ( National War Memorial) ની મશાલ સાથે આજે વિલીન કરી દેવાશે. એટલે કે હવે નેશનલ વોર મેમોરિયલમાં જ આ જ્યોતિ પ્રગટશે. અમર જવાન જ્યોતિના તરીકે ઓળખાતી શાશ્વત જ્વાલા 1972માં ઈન્ડિયા ગેટ આર્ચની નીચે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવવામાં આવી હતી.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના અસ્તિત્વમાં આવ્યા બાદ બે વર્ષ પહેલા અમર જ્યોતિના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આવું એટલા માટે કારણ કે એવા સવાલ ઉઠી રહ્યા હતા કે જ્યારે હવે દેશમાં શહીદો માટે નેશનલ વોર મેમોરિયલ બની ગયું છે તો પછી અમર જવાન જ્યોતિ કેમ અલગથી પ્રગટાવેલી રહે.
જો કે અગાઉ ભારતીય સેનાએ કહ્યું હતું કે અમર જવાન જ્યોતિ ચાલુ રહેશે કારણ કે તે દેશના ઈતિહાસનું એક અવિભાજ્ય અંગ છે. ત્રણેય સેનાના પ્રમુખ અને આવનારા પ્રતિનિધિઓ અમર જવાન જ્યોતિ પર જઈને નતમસ્તક થતા હતા અને શહીદોનું સન્માન કરતા હતા.
ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા મહત્વપૂર્ણ દિવસોમાં પણ ત્રણેય સેનાઓના પ્રમુખ અમર જવાન જ્યોતિ પર હાજરી નોંધાવતા હતા. પરંતુ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર નવી શાશ્વત જ્યોતિ અને સ્મારક પર તમામ નિર્ધારિત દિવસોમાં માલ્યાર્પણ સમારોહ સાથે હવે અમર જવાન જ્યોતિને તે જ જ્યોતિમાં ભેળવી દેવાશે.
પિતાની સંપત્તિ પર દીકરીઓનો કેટલો હક? સુપ્રીમ કોર્ટેનો મહત્વનો ચુકાદો
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તે તમામ સૈનિકો અને ગુમનામ નાયકોની યાદમાં બનાવવામાં આવ્યું છે જેમણે આઝાદી બાદથી દેશની રક્ષા કરવામાં પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી. તે ઈન્ડિયા ગેટ પરિસર પાસે જ 40 એકરમાં ફેલાયેલું છે. તે 1962માં ભારત-ચીન યુદ્ધ, ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1947, 1965, 1971 અને 1999 કારગિલ યુદ્ધ દરમિયાન પોતાના પ્રાણોની આહૂતિ આપનારા સૈનિકોને સમર્પિત છે. આ સાથે જ તે શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના સંચાલન દરમિયાન અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન દરમિયાન શહીદ થયેલા સૈનિકોને પણ સમર્પિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube