પિતાની સંપત્તિ પર દીકરીઓનો કેટલો હક? સુપ્રીમ કોર્ટેનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અપીલ પર આવ્યો છે જે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ હિન્દુ મહિલાઓ અને વિધવાઓને સંપત્તિ અધિકારો સંબંધિત હતો.
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના ચુકાદામાં કહ્યું કે વસિયત વગર મૃત હિન્દુ પુરુષની દીકરીઓ પિતાની સ્વ-અર્જિત અને અન્ય સંપત્તિ મેળવવાની હકદાર હશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મદ્રાસ હાઈકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અપીલ પર આવ્યો છે જે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ હિન્દુ મહિલાઓ અને વિધવાઓને સંપત્તિ અધિકારો સંબંધિત હતો.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ન્યાયમૂર્તિ એક અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીની પેનલે કહ્યું કે વસિયત વગર કોઈ હિન્દુ પુરુષના મૃત્યુ બાદ તેમની સંપત્તિ વચ્ચે તે સ્વ અર્જિત સંપર્તિ હોય કે પછી વારસાગત સંપત્તિના વિભાજનમાં મળી હોય, તેના ઉત્તરાધિકારીઓ વચ્ચે વિતરણ થશે.
દીકરીઓને મળ્યો હક
પેનલે આ સાથે એમ પણ કહ્યું કે એવા પુરુષ હિન્દુની દીકરી તેના અન્ય સંબંધીઓ ( જેમ કે મૃત પિતાના ભાઈઓના દીકરા/દીકરીઓ) ની સાથે સંપત્તિની વારસદાર થવા માટે હકદાર હશે. પેનલ કોઈ અન્ય કાનૂની વારસદારની ગેરહાજરીમાં દીકરીને તેના પિતાની સ્વ અર્જિત સંપત્તિને લેવાના અધિકાર સંબંધિત કાનૂની મુદ્દો ધ્યાનમાં લઈ રહી હતી.
51 પાનાનો ચુકાદો
ન્યાયમૂર્તિ મુરારીએ પેનલ માટે 51 પાનાનો ચુકાદો લખતા એ સવાલ ઉપર પણ ભાર મૂક્યો કે શું આવી સંપત્તિ પિતાના મૃત્યુ બાદ દીકરીને મળશે જેમનું વસિયત તૈયાર કર્યા વગર મૃત્યુ થઈ ગયું અને તેના કોઈ અન્ય કાનૂની વારસદાર ન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે