લખનઉઃ બોલીવુડ અને રાજનીતિ વચ્ચે અંતર ઓછું કરી એક નવું કોમ્બિનેશન તૈયાર કરનાર કદ્દાવર નેતા અમર સિંહ (Amar Singh Dies) નિધન થઈ ગયું છે. અમર સિંહની લાંબા સમયથી સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા જનારા અમર સિંહ એક જમાનામાં માત્ર એસપી જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશની સત્તાના સૌથી મોટા મેનેજર કહેવામાં આવતા હતા. બીમારી વચ્ચે અમર સિંહે અમિતાભ બચ્ચન એન્ડ ફેમેલીની માફી માગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમર, મુલાયમ સિંહના સંપર્કમાં 90ના દાયકામાં આવ્યા હતા. તેમને દેશના નામચીન ઉદ્યોગપતિ ગણવામાં આવતા હતા. પરંતુ તેમની રાજનીતિમાં ઓળખ કિંગમેકરના રૂપમાં થતી હતી. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ સીએમ મુલાયમ સિંહને સીએમની ખુરશી સુધી પહોંચાડનાર અમર સિંહની ગણના 90ના દાયકામાં યૂપીના કદ્દાવર રાજકીય ચહેરાના રૂપમાં થતી હતી. મુલાયમ સિંહના સૌથી નજીકના રહેલા અમર સિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીમાં નંબર - 2 નેતા રહ્યાં હતા. અમર સિંહનો રાજકીય વટ એટલો હતો કે એક જમાનામાં તેમણે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનથી લઈને તમામ મોટા ચહેરાને સમાજવાદી પાર્ટીના ઝંડા હેઠળ ભેગા કરી દીધા હતા. 


અને તે બેઠકમાં બની દોસ્તી
અમર સિંહની મુલાયમ સિંહ સાથે મુલાકાત ત્યારે થઈ જ્યારે મુલાયમ સિંહ દેશના રક્ષામંત્રી હતી. વર્ષ 1996મા અમર સિંહ અને મુલાયમ સિંહ એક ફ્લાઇટમાં મળ્યા હતા. પરંતુ અનૌપચારિક રીતે મુલાયમ અને અમરની મુલાકાત પહેલા પણ થી હતી, પરંતુ રાજકીય જાણકાર કરે છે કે ફ્લાઇટની તે બેઠક બાદ અમર અને મુલાયમ વધુ નજીક આવ્યા હતા. અમર સિંહની સુબ્રત રાય સહારા અને અનિલ અંબાણી સાથે પણ ગાઢ મિત્રતા રહી હતી. 


સપામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં પણ રહ્યાં અમર
મોટા ઉદ્યોગપતિ અને પૂર્વાંચલના ઠાકુર નેતાના રૂપમાં ઓળખ બનાવનાર અમર સિંહ થોડા વર્ષોમાં મુલાયમ સિંહના એટલા ખાસ બની ગયા હતા કે તેમને સમાજવાદી પાર્ટીમાં રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવામાં આવ્યું હતું. રાજકીય જાણકાર કહે છે કે વર્ષ 2000ની આસપાસ અમર સિંહની સમાજવાદી પાર્ટીમાં દખલ વધી અને ટિકિટ વહેંચણીથી લઈને પાર્ટીના મોટા નિર્ણયોમાં તેમણે મુલાયમની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 


અમરસિંહનું સિંગાપુરની હોસ્પિટલમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર


મુંબઈમાં ઘર પરંતુ સાખ પૂર્વાંચલમાં પણ
આઝમગઢના તરવા વિસ્તારમાં 27 જાન્યુઆરી 1956ના જન્મેલા અમર સિંહ પૂર્વાંચલમાં બાબૂ સાહબથી જાણીતા હતા. ઠાકુર વોટરો વચ્ચે એક મોટા નેતાના રૂપમાં જાણીતા બનેલા અમરે ભલે પોતાનું લાંબુ જીવન મહારાષ્ટ્રના શહેરમાં મુંબઈમાં વિતાવ્યું હોય, પરંતુ પૂર્વાંચલની રાજનીતિમાં અમરની દખલ તે વાતથી સિદ્ધ હતી કે તેઓ 90ના દાયકામાં અહીંના મજબૂત વીર બહાદુર સિંહ અને ચંદ્રશેખર જેવા નેતાઓના સૌથી નજીકના લોકોમાંથી એક કહેવાતા હતા. વીર બહાદુરને કારણે અમર સિંહની મુલાકાત મુલાયમ સાથે થઈ હતી. 


પછી બનાવી લીધી રાષ્ટ્રીય લોકમંચ પરંચુ..
બે દાયકા સુધી પૂર્વાંચલની રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવનારા અમરને જ્યારે વર્ષ 2010મા સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા તો તેમણે પૂર્વાંચલને અલગ રાજ્ય જાહેર કરવાની માગની સાથે પોતાની પાર્ટી રાષ્ટ્રીય લોકમંચની રચના કરી હતી. લોકમંચે આઝમગઢ સહિત પૂર્વાંચલના ઘણા જિલ્લામાં મોટી સભાઓ કરી, પરંતુ કોઈ ખાસ અસર ન દેખાડી શકી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube