અમર સિંહને અમિતાભ બચ્ચને આપી શ્રદ્ધાંજલિ! ટ્વીટર પર શેર કરી તસવીર
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદથી અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ નેતા અને પોતાના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ઓળખાણ રાખનાર અમર સિંહનું નિધન થઈ ગયું છે. તેઓ 64 વર્ષના હતા અને સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. અમર સિંહના નિધન બાદ તેમને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મનોરંજનની દુનિયામાંથી પણ તેમને યાદ કરવામાં આવી રહ્યાં છે. એક જમાનામાં અમર સિંહના નજીકના રહેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. પરંતુ તેમાં તેમણે કંઈ લખ્યું નથી. પરંતુ યૂઝરોને લાગી રહ્યું છે કે અમિતાભ બચ્ચનની માથુ ઝૂકાવેલી આ પોસ્ટ અમર સિંહ માટે છે.
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદથી અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહીંથી તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા છે. તેઓ કોરોનાને લઈને પોતાના અનુભવો ફેન્સની સાથે શેર કરી રહ્યાં છે. તો આજે મોટા નેતા અને અમિતાભના જૂના મિત્ર અમર સિંહનું નિધન થઈ ગયું. ત્યારબાદ અભિનેતાએ માથુ ઝૂકાવેલી પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. બિગ બીએ ફોટો શેર કર્યા બાદ કમેન્ટમાં યૂઝર કહી રહ્યાં છે કે અમિતાભે કંઈ બોલવું જોઈએ. ઘણા યૂઝર બચ્ચનની આ પોસ્ટની નીચે અમર સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
પોલિટિકલ સ્ટાર અમર સિંહ અને બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનના સંબંધોની 'અમર કહાની'
તહસીન પૂનાવાલાએ આપી અમર સિંહને શ્રદ્ધાંજલિ
અમિતાભ સિવાય બિગબોસ ફેમ ડોલી બિંદ્રાએ અમર સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. તહસીન પૂનાવાલાએ પણ અમર સિંહની સાથે પોતાની એક જૂની તસવીરને શેર કરી અને કહ્યુ- અમર સિંહના નિધનના સમાચારથી ભાંગી પડ્યો છું. તેઓ સિંગાપુરથી સારવાર કરીને આવ્યા હતા પુણા અને અમારે ત્યાં રોકાયા હતા. તેઓ અમારા લગ્નમાં પણ ખાસ મહેમાન હતા. હું તેમને ખુબ પ્રેમ કરતો હતો અને તેમને મિસ કરીશ. ઓમ શાંતિ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube