અમરિંદરે કહ્યું હરસિમરતને વિચાર્યા વગર કંઇ પણ બોલી જવાની આદત
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો હુમલો કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દાને સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે
ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દે કંઇ પણ સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે. આ અગાઉ અકાલી નેતાએ રાજ્યમાં નશીલા પદાર્થોની સમસ્યા પર લગામ કસવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો.
ઇફ્તાર દાવતમાં હાજરી મુદ્દે ગિરિરાજના કટાક્ષ અંગે નીતીશનો વળતો પ્રહાર
હરસિમરતે સોમવારે સિંહ સરકાર પર બે વર્ષનાં શાસનકાળ દરમિયાન રાજ્યમાં નશીલા પદાર્થોની સમસ્યાના ઉન્મુલનમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, પંજાબે નશીલા પદાર્થોના સેવનના કારણે સૌથી વધારે મોત થયા છે. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખીને નશાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવવાની માંગી કરી.
લોકસભા પરાજય બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસનું સંકટ વધ્યું, 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
રાજસ્થાન કોંગ્રેસમાં અસંતોષ: ગહલોતે કહ્યું પાયલોટ જોધપુર હારની જવાબદારી તો સ્વિકારે
શિરોમણી અકાલી દળનાં ક્વોટામાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાયેલા હરસિમરતને મોદી સરકારમાં ખાદ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મંગળવારે સિંહે કહ્યું કે, આ પહેલીવાર નથી તેમણે વડાપ્રધાનને એક રાષ્ટ્રીય નીતિ બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે તેમ પણ કહ્યું કે, હરસિમરતની ટીપ્પણી પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ આ મુદ્દાથી સંપુર્ણ બેખબર છે.