નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370 ને હટાવવાનાં પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતા સિંહે કહ્યું કે, કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ સંવિધાનમાં પરિવર્તન કરી દેવાયું છે. આવા ઐતિહાસિક નિર્ણયો મન પડે તેમ લખી શકાય નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરતી દરમિયાન માતા દુર્ગાના ચહેરાના બદલાય છે ભાવ, જુઓ અદભૂત VIDEO
બીજી તરફ સપા નેતા રામગોપાલ યાદવે રાજ્યસભામાં કહ્યું કે, જો તમે 370 હટાવવા માંગતા હતા તો તમારે માત્ર તે હટાવવાની જરૂર હતી, તમે રાજ્યની સ્થિતી શા માટે બદલી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ શા માટે બનાવ્યો ? કમ સે કમ તમારે રાજ્યનાં લોકોને તો વિશ્વાસમાં લેવા જોઇતા હતા. અચાનક આ રીતે નિર્ણય થોપી બેસાડવો યોગ્ય છે ?


આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા
એનસીપી નેતા શરદ પવારે કેન્દ્રના પ્રસ્તાવ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, મને લાગે છે કે કેન્દ્ર સરકારને (ખીણનાં નેતાઓ)ને વિશ્વાસમાં લેવા જોઇતા હતા પરંતુ દુર્ભાગ્યથી સરકારે એવું નથી કર્યુ અને ત્યારે જ સરકારે આ નિર્ણય (અનુચ્છેદ 370ને હટાવવાનો) લેવો જોઇએ. 


જમ્મુ અને કાશ્મીરથી અલગ થતા જ લદ્દાખને થશે ખુબ ફાયદો! જાણો તેમની સ્થિતિ
અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ 
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370ને હટાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજુ કરતા કહ્યું કે, રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીરમાં વિભાજીત થઇ જશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે, પરંતુ લદ્દાખમાં વિધાનસભા નહી હોય. રાજ્યસભામાં આ ઐતિહાસિક જાહેરાત બાદ હોબાળો ચાલુ થઇ ગયો હતો. 


હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે
શાહે ભાષણ દરમિયાન વિપક્ષી વિરોધ પ્રદર્શન કરતા રહ્યા, અનેક વખત હોબાળો એટલો વધારે હતો કે તેમનો અવાજ સાંભળવા નથી મળી રહ્યો. જેના કારણે સદનમાં સ્થગિત કરી દેવામાં આવી. ત્યાર બાદ કાર્યવાહી ફરીથી ચાલુ થઇ. શાહે એક અલગ નિવેદનમાં કહ્યું કે, સરકારે જમ્મુ અને કાશ્મીરના બે અલગ કેન્દ્ર શાસિત રાજ્યો, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજી કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.


370 કલમ અંગે તર્ક રજૂ કરતાં અમિત શાહ થયા ભાવુક, કરી મોટી વાત... જાણો


તેમણે કહ્યુ કે આ પગલું સીમા પાર આતંકવાદનાં વધતા ખતરાને જોતા ઉઠાવાયું છે. તેમણે કહ્યું કે, લદ્દાખનાં લોકો લાંબા સમયથી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી રહ્યા હતા અને આ નિર્ણય સ્થાનિક જનતાની આકાંક્ષાઓને પુર્ણ કરવા માટે લેવાયો છે.