Ambedkar Jayanti 2023: બંધારણના ઘડવૈયા, દલિતોના મસીહા અને માનવ અધિકાર આંદોલનના મહાન વિદ્વાન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. ડૉ. આંબેડકરની જન્મજયંતિ પર, જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે. તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા. આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા. આ વર્ષે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.ભીમરાવ આંબેડકરને લગતી ખાસ વાતો
14 એપ્રિલ 1981ના રોજ, મધ્ય પ્રદેશના મહુમાં, રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈએ તેમના સૌથી નાના બાળકને જન્મ આપ્યો, જેનું નામ ભીવા રામજી આંબેડકર હતું. બાબાસાહેબ તરીકે ઓળખાતા, આંબેડકર 14 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્ય ગણાતી મહાર જાતિના હતા. આવી સ્થિતિમાં તેમણે બાળપણથી જ ભેદભાવ અને સામાજિક વિમુખતામાંથી પસાર થવું પડ્યું હતું.


આ પણ વાંચો:
ગુજરાત સરકારે વિચારણા બાદ નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ
રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક


બાબાસાહેબ આંબેડકરની સિદ્ધિ 
બાબાસાહેબ નાનપણથી જ હોશિયાર વિદ્યાર્થી હતા. શાળામાં અભ્યાસ કરવા સક્ષમ હોવા છતાં, તેની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તે સમયગાળામાં અસ્પૃશ્યતા જેવી પ્રવર્તતી સમસ્યાઓને કારણે તેમના પ્રારંભિક શિક્ષણમાં ઘણી મુશ્કેલી આવી હતી, પરંતુ તેમણે જાતિની સાંકળો તોડીને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો.


1913 માં, આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટી, યુએસએમાંથી કાયદા, અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી મેળવી. તેમણે ભારતમાં લેબર પાર્ટીની રચના કરી, આઝાદી પછી કાનૂન મંત્રી બન્યા. બે વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા બાબાસાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. સમાજમાં સમાનતાનો પ્રકાશ પ્રગટાવનાર આંબેડકરને 1990માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન'થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


તેથી જ ઉજવવામાં આવે છે ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ
ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન નબળા અને પછાત વર્ગને સમાન અધિકારો આપવા, જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજમાં સુધારા લાવવા માટે સમર્પિત કર્યું. આ જ કારણ છે કે બાબા સાહેબની જન્મજયંતિને ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાતિ ભેદભાવ અને દમન જેવા સામાજિક દુષણો સામે લડવા માટે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજને સુધારવાનું કામ કર્યું છે.


આ પણ વાંચો:
આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?

22 દેશમાં મચાવ્યો હાહાકાર હવે ભારત પહોંચ્યો કોરોનાનો ખતરનાક Arcturus Variant


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube