West Bengal: દીદી સરકારમાં નાણામંત્રી રહેવા ઈચ્છતા નથી અમિત મિત્રા, જાણો શું છે કારણ?
તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મમતા બેનર્જીના ખાસ અમિત મિત્રા હવે બંગાળના નાણામંત્રીના રૂપમાં કામ કરવા ઈચ્છતા નથી. તમને આ રિપોર્ટમાં તેની પાછળનું કારણ જણાવીશું.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West Bengal) ના નાણામંત્રી અમિત મિત્રાએ આશરે 10 વર્ષ સુધી કામ કર્યા બાદ પોતાના નજીકના લોકોને જણાવી દીધુ કે તે હવે ચૂંટણી લડવા ઈચ્છતા નથી. હવે તે પોતાની પુત્રીની સાથે વિદેશમાં થોડો સમય પસાર કરવા ઈચ્છે છે. તબીયત કરાબ હોવાને કારણે તેમમે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ નહીં અને સત્ર બાદ વર્ચ્યુઅલી મીડિયા સાથે વાતચીત કરી હતી.
સ્વાસ્થ્યને કારણે ચૂંટણી લડી નહીં
અમિત મિત્રા ખરાબ સ્વાસ્થ્યને કારણે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા નહીં, પરંતુ તેણે નાણામંત્રી પદે યથાવત છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ઉત્તર 24 પરગનાની ખરદા વિધાનસભા ક્ષેત્રથી પેટાચૂંટણી લડશે. નિયમો અનુસાર, તે છ મહિના સુધી નાણામંત્રી પદે રહી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તેણમે વિધાનસભાના સભ્ય બનવુ પડશે. જે તે ચૂંટણી લડશે નહીં તો મુખ્યમંત્રીએ નવા નાણામંત્રીની શોધ કરવી પડશે.
પાર્ટીના સૂત્રોએ સંકેત આપ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી વ્યક્તિગત રૂપથી અમિત મિત્રાને મનાવવાનો પ્રયાસ કરશે, જેથી તે રાજ્યના નાણામંત્રી બન્યા રહે. તે જાણકારી સામે આવી કે જો તે સંભવ ન થયું તો તેમને રાજ્યના નાણા સલાહકારના રૂપમાં રહેવા માટે અપીલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ UPમાં મોટો હુમલો કરવાના હતા અંસાર ગજવાતુલ હિંદના આતંકી, ATSના મહત્વના ખુલાસા
અમિત મિત્રા પર દીદીને કેટલો વિશ્વાસ?
ટીએમસી નેતાનું કહેવું છે કે રાજ્યમાં માત્ર બે વિભાગ છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ છેલ્લા 10 વર્ષોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક અમિત મિત્રાનું નાણા અને બીજુ સુબ્રત મુખર્જી દ્વારા સંચાલિત પંચાયત વિભાગ છે. આ તેમનો વિશ્વાસ દર્શાવે છે.
એક નેતાએ નામ ગુપ્ત રાખવાની શરત પર કહ્યુ- અમિત મિત્રાનું નાણા મંત્રાલય છોડવુ પાર્ટી અને રાજ્ય સરકાર માટે મોટી ક્ષતી હશે. જ્યારે તેમણે 10 વર્ષ પહેલા કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે બંગાળ દેવામાં ડૂબેલુ હતું. તેમણે પોતે રાજ્ય સરકારની બધા કલ્યાણકારી યોજનાનું મેનેજમેન્ટ કર્યું, સાથે તે યોજનાને સફળતાપૂર્વલ લાગૂ કરવા માટે આવક ઉભી કરી.
વરિષ્ઠ નેતાએ કહ્યું- આ સિવાય કેન્દ્ર દ્વારા જીએસટી લાગૂ કરાવવામાં મિત્રાની ખુબ મોટી ભૂમિકા છે. તેમણે ન માત્ર રાજ્યમાં જીએસટી સફળતાપૂર્વક લાગૂ કર્યું છે, પરંતુ નાણાકીય સમસ્યાઓને ઉકેલવા માટે કેન્દ્રની સાથે અથાગ વાતચીત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube