15 ઓગસ્ટ પહેલા હતો મોટો હુમલો કરવાનો પ્લાન, UP ના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા
એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, આજે એટીએસે મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. તેણમે કહ્યું કે, અલકાયદા સમર્થિત અંસાર ગજવાતુલ હિંદ સાથે જોડાયેલા બે આતંકીની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે લખનઉથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકીઓ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે એટીએસે મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. તેમણે જણાવ્યું કે, અલકાયદા સમર્થિત અંસાર ગજવાતુલ હિંદ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
એડીજીએ કહ્યું કે, આજે એટીએસે બે આતંકીઓની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે અલકાયદાના ઈન્ડિયન સબ કોન્ટિનેટ મોડ્યૂલ 3 સપ્ટેમ્બર 2014માં તત્કાલીન અલકાયદા ચીફ અલજવાહિરી દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ત્યારે તેનો મુખિયા મૌલાના અસીમ ઉમર હતો, જે ઉત્તર પ્રદેશના સંભલથી હતો. પ્રશાંત કુમારે કહ્યુ કે, અમેરિકા અને અફઘાન ઓપરેશનમાં 23 સપ્ટેમ્બર 2019ના તેનું મોત થયું હતું.
ATS UP has uncovered a big terror module. The team has arrested two terrorists linked with al-Qaeda's Ansar Ghazwat-ul-Hind. Cache of arms, explosive materials recovered: Prashant Kumar, ADG Law and Order, UP, on Lucknow ATS' operation in Kakori today. pic.twitter.com/2kXH4Bok2V
— ANI UP (@ANINewsUP) July 11, 2021
તેમણે કહ્યું- તેના મોત બાદથી અલકાયદાનું ઉત્તર પ્રદેશ મોડ્યૂલ ઉમર હલમુંડી નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. આ ગતિવિદિઓ પાકિસ્તાન- અફગાનિસ્તાન બોર્ડર ક્ષેત્રમાં પેશાવર-ક્વેટા એરિયાથી સંચાલિત કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, ઉમર હલમુંડીએ જિહાદી લોકોની લખનઉમાં ઓળખ કરી તેની નિમણૂક કરી અલકાયદાનું મોડ્યૂલ ઉભુ કર્યું હતું.
15 ઓગસ્ટ પહેલા હુમલાનું ષડયંત્ર
તેમણે કહ્યું- આ મોડ્યૂલ આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે તૈયાર કરવામા આવ્યું. તેના મુખ્ય સભ્ય મિન્હાઝ, મસીરઉદ્દીન અને શકીલ છે. તેના નામ સામે આવ્યા છે. આ લોકોએ ઉમર હલમુંડીના નિર્દેશ પર અને પોતાના અન્ય સાથીઓની મદદથી 15 ઓગસ્ટ પહેલા ઉત્તર પ્રદેશના વિવિધ શહેરો, ખાસ કરી લખનઉના મહત્વપૂર્ણ સ્થળો, સ્મારકો, ભીડવાળી જગ્યામાં વિસ્ફોટ કરી, માનવ બોમ્બ દ્વારા આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી હતી. તે માટે હથિયાર અને વિસ્ફોટ ભેગા કરવામાં આવ્યા હતા.
કાશ્મીરના એક્યૂઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
આ આતંકીઓના તાર જમ્મુ-કાશ્મીર સરહદ પર સક્રિય એક્યૂઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા છે. મજ્મુમાં થયેલા એક બ્લાસ્ટ બાદ લખનઉમાં છુપાયેલા આતંકીઓની જાણકારી મળી હતી. સૂટકેસમાં પકડાયેલા બોમ્બ ભરવામાં આવી રહ્યાં છે. મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી છે. શાહિદના મકાનમાંથી 4 કાળી સૂટકેસમાં વિસ્ફોટક સામગ્રી ભરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે