મમતા બેનર્જીના ઈશારે કોલકાતા રોડ શોમાં હિંસા થઈ: અમિત શાહ
કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે.
કોલકાતા: કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રોડ શો દરમિયાન થયેલી હિંસા પર પ્રતિક્રિયા આપી છે. શાહે આ હિંસા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ઝી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો છે.
શાહે કહ્યું કે, "હારના ડરથી મમતાએ હિંસા કરાવી. મમતાએ હિંસાની કિંમત ચૂકવવી પડશે. રોડ શોમાં મમતાએ શાંતિનો ભંગ કર્યો. ષડયંત્ર વગર હુમલો થઈ શકે નહીં. મમતા હારના ડરથી હતાશ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે આંખ-કાન બંધ કરી લીધા છે. ચૂંટણી પંચ મૂક દર્શક બનીને બેઠું છે. હિસ્ટ્રી શીટર ખુલ્લે આમ ઘૂમી રહ્યાં છે."