નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law)નો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શન(Farmers Protest) વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રીઓએ બુધવારે મહત્વની બેઠક કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઘર પર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવેમંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરી. કહેવાય છે કે બેઠકમાં આ ત્રણેય મંત્રીઓએ મંગળવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો નેતાઓ વચ્ચે થયેલી વાતચીત પર મંથન કર્યું. અત્રે જણાવવાનું કે મંગળવારે ખેડૂતોની સાથે થયેલી બેઠકમાં નરેન્દ્ર સિંહ તોમર અને પિયુષ ગોયલ સામેલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોએ એક  બાજુ નોઈડાનો રસ્તો ખોલ્યો
આ બધા વચ્ચે દિલ્હી અને નોઈડા બોર્ડર પર ખેડૂતોએ એક બાજુથી રસ્તો ખોલી દીધો છે. હવે દિલ્હીથી મયૂર વિહારના રસ્તે નોઈડા જઈ શકાશે. અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલનના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અક્ષરધામ મંદિર પાસે રસ્તા પર વાહનવ્યવહાર સામાન્ય છે. મયૂર વિહારથી રસ્તા પર કોઈ ટ્રાફિક જામ નથી. જો કે અક્ષરધામથી મયૂર વિહાર તરફથ જતા રસ્તા બંધ છે. 


Ravi Shankar Prasad એ કૃષિ કાયદા પર કરી સ્પષ્ટતા, કહ્યું- 'નવા કૃષિ કાયદા ખેડૂત વિરોધી નથી'


સચિવ સ્તરના અધિકારીઓ કરશે ખેડૂતો સાથે વાત
આ બધા વચ્ચે એવા ખબર છે કે કેન્દ્ર સરકાર અનેક મંત્રાલયોના સચિવ સ્તરના અધિકારીઓ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમજાવવા અને મનાવવાની કોશિશ કરશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ચર્ચા માટે અનેક મંત્રાલયોના અધિકારીઓની સૂચિ તૈયાર કરી રહી છે. જેમાં ત્રણ કૃષિ કાયદાની વિભિન્ન જોગવાઈઓના પ્રત્યેક ખંડ પર ચર્ચા કરવા માટે કૃષિ, ગૃહ અને ગ્રાહકોના મામલાના મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે. જેમાં મુખ્ય રીતે સચિવ સ્તરના અધિકારીઓ હશે અને ખેડૂતોને સમજાવવાની કોશિશ કરશે. 


આ અગાઉ ખેડૂતો અને સરકાર વચ્ચે મંગળવારે ત્રણ તબક્કાની વાતચીત થઈ હતી. જેનું કોઈ પરિણામ આવ્યું નહીં અને ખેડૂતોનું પ્રદર્શન આજે પણ ચાલુ છે. બેઠક દરમિયાન સરકારે ખેડૂતો સામે કૃષિ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાનું સૂચન મૂક્યું. પરંતુ ખેડૂતોએ તેની ના પાડી દીધી. બંને પક્ષો વચ્ચે આગામી બેઠક ગુરુવારે થશે. 


કોરોનાની રસી પર UKથી આવ્યા અત્યંત સારા સમાચાર, જલદી શરૂ થશે રસીકરણ!


ખેડૂત સંગઠનો વચ્ચે પણ ચાલી રહી છે મહત્વની બેઠક
બીજી બાજુ આગળની રણનીતિ બનાવવા માટે સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનોના નેતાઓની બેઠક પણ ચાલુ છે. ખેડૂત નેત સરકાર દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર ચાલી રહેલી આ બેઠકમાં ખેડૂતોના 30 સંગઠનોના નેતાઓ હાજર છે. બેઠકમાં જતા પહેલા ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ)ના જનરલ સેક્રેટરી હરિન્દર સિંહે કહ્યું કે ખેડૂતોની માગણી છે કે આ ત્રણેય ખેડૂત કાયદા રદ કરવામાં આવે. જ્યારે સરકાર કમિટી બનાવીને સંશોધનની વાત કરી રહી છે. 


સરકારે ખેડૂતો પાસે માંગ્યા લેખિત સૂચનો
કિસાન સંગઠનો સાથે થયેલી બેઠકનો ભલે કોઈ ઉકેલ ન આવ્યો હોય પરંતુ સરકારે ખેડૂત નેતાઓ પાસે સંબંધિત જોગવાઈઓ પર લેખિતમાં આપત્તિઓ અને સૂચનો માંગ્યા છે. જેનો રિપોર્ટ બુધવાર સુધીમાં ખેડૂત પ્રતિનિધિઓએ આપવાનો છે. તેના પર 3 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે ચર્ચા થશે. સરકારનું કહેવું છે કે તેનાથી જરૂરી મુદ્દાઓ પર યોગ્ય રીતે વાતચીત કરવામાં સરળતા રહેશે. સરકારનું કહેવું છ ેકે પહેલા ખેડૂત સંગઠનો નવા બનેલા કાયદાઓને લઈને પોતાના મુદ્દાઓની યોગ્ય રીતે ઓળખ કરી લે. લેખિતમાં પોતાના સૂચનો તૈયાર કરે જેથી કરીને 3 ડિસેમ્બરે થનારી વાતચીતના ચોથા રાઉન્ડની બેઠકમાં સરળતા રહે. 


Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 હજારથી વધુ કેસ, આ રાજ્યોમાં ચિંતાજનક સ્થિતિ 


ખેડૂતોએ હવન કરીને રોષ પ્રગટ કર્યો
પ્રદર્શનના 7માં દિવસે ગાઝીપુર બોર્ડર પર બુધવારે સવારે ખેડૂતોએ હવન કરીને પોતાનો આક્રોશ પ્રગટ કર્યો. ખેડૂતોએ કહ્યું કે બોર્ડર પર વાતાવરણ શુદ્ધ રહે, સુખશાંતિ જળવાઈ રહે અને સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય કિસાન યુનિયનના યુવા નેતા આલોક સોલંકીએ કહ્યું કે ખેડૂતોની વાતો સરકાર સાંભળતી નથી. રાજનેતાઓની બુદ્ધિની શુદ્ધિ માટે અમે હવન કરી રહ્યા છીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube