નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહે પુલવામા આતંકવાદી હુમલા પર સામ પિત્રોડાના નિવેદન મુદ્દે શુક્રવારે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે મતદાતાઓને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સંસ્કૃતીની વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક કરવાની અપીલ કરી હતી. અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માટે સહયોગ કરવાની લોકોને અપીલ કરી હતી. 
 


લોકસભા ચૂંટણી: શિવસેનાએ 21 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા, આ છે મહત્વનાં નામ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમીત શાહે આ વાત પિત્રોડાનાં તે નિવેદનનાં જવાબમાં કહી જેમાં તેમણે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે કહ્યું કે, આવી ઘટનાઓ હંમેશા ઘટતી હોય છે. તેમણે કહ્યું કે, સંયુક્ત પ્રગતીશીલ સરકાર (સંપ્રગ) સરકાર પણ 2008માં મુંબઇ આતંકવાદી હુમલો કરી શકતી હતી પરંતુ તે યોગ્ય રસ્તો નહોતો. પિત્રોડાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધીનાં નજીકનાં વ્યક્તિ માનવામાં આવે છે. અને તેઓ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં પ્રમુખ પણ છે.