લોકસભા ચૂંટણી: શિવસેનાએ 21 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા, આ છે મહત્વનાં નામ
આ યાદીમાં દક્ષિણ મુંબઇથી અરવિંદ સાવંતને પાર્ટીએ પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે શિરડી લોકસભાથી સદાશિવ લોખંડેને ટીકિટ અપાઇ છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની તારીખો જેટલી નજીક આવી રહી છે, તેટલી જ ઝડપથી પાર્ટીઓ પોતાના પ્રચાર અને ઉમેદવારોનાં નામની જાહેરાત કીર રહી છે. ભાજપની 182 ઉમેદવારોની યાદી બહાર પાડ્યા બાદ શિવસેનાએ પોતાનાં 21 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં દક્ષિણ મુંબઇથી અરવિંદ સાવંતને પાર્ટીએ પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે શિર્ડી લોકસભા સીટથી સદાશિવ લોખંડેને ટીકિટ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 23 પર શિવસેના અને 25 પર ભાજપને લડવાનો નિર્ણય લીધો હતો.
કોને ક્યાંથી મળી ટીકિટ
દક્ષિણ મુંબઇ - અરવિંદ સાવંત
દક્ષિણ મધ્ય મુંબઇ - રાહુલ શેવાલે
ઉત્તરપશ્ચિમ - ગજાનન કીર્તિકર
ઠાણે - રાજન વિચારે
કલ્યાણ - શ્રીકાંત શિંદે
રાયગડ - અનંત ગિતે
રત્નાગિરી સિંધુદુર્ગ - વિનાયક રાઉત
કોલ્હાપુર - સંજય મંડલિક
હાતકણગલે - ધૈર્ય શિલ માને
નાશિક - હેમંત ગોડસે
શિર્ડી - સદાશિવ લોખંડે
શિરુર - શિવાજીરાવ આઠલરાવ-પાટીલ
ઓરંગાબાદ - ચંદ્રકાત ખૈરે
યવતમાલ - વશિમ - ભાવના ગવલી
બુલઢાણા - પ્રતાપરાવ જાધવ
રામટેક - કૃપાત તુમાને
અમરાવતી - આનંદરાવ અડસુલ
પરભણી - સજંય જાધવ
માવલ - શ્રીરંગ બારણે
હિંગોલી - હેમંત પાટિલ
ઉસ્માનાબાદ - ઓમરાજે નિબાલકર
કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા રાકાપાને શુક્રવારે તે સમયે ઝડકો લાગ્યો જ્યારે તેના પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ ભારતી પવારે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. આ સાથે જ કોંગ્રેસ નેતા પ્રવીણ છેડા પણ સત્તાપક્ષમાં પરત ફ્યા. બંન્ને નેતા પ્રદેશના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય પાર્ટી પદાધિકારીોની હાજરીમાં પાર્ટીમાં જોડાયા.
પવાર 2014ની લોકસભા ચૂંટણીમાં ડિંડોરી સીટ પર ભાજપના હરિશ્ચંદ્ર ચવ્હાણ સામે હારી ગયા હતા. છેડા બૃહદમુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)માં ત્રણ વખત પાર્ષદ રહી ચુક્યા છે અને સાત વર્ષ પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કહેવાઇ રહ્યું છે કે સ્થાનીક ધારાસભ્ય પ્રકાશ મેહતાની સાથે મતભેદોનાં કારણે તેમણે ભાજપ છોડ્યું હતું. મેહતા હાલ પ્રદેશ સરકારમાં મંત્રી છે. આ પ્રસંગે ફડણવીસે કહ્યું કે, રાજ્યસભા સભ્ય સંજય કકાડે પાર્ટીમાં જ રહેશે. તેમની ટીપ્પણી તે સંદર્ભે હતી જેમાં દાવો કરાઇ રહ્યો હતો કે કકાડે પાર્ટીથી નારાજ છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે