ભાજપ અધ્યક્ષ અમિત શાહનો `બાટલા હાઉસ એન્કાઉન્ટર` મામલે કોંગ્રેસ પર પ્રહાર
અમિત શાહે પ્રેસ કોન્ફરેન્સમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બાટલા હાઉસમાં જ્યારે એન્કાઉન્ટર થયું, સોનિયાજીને રડવું આવી ગયું હતું, બાટલા હાઉસમાં આતંકવાદીઓના મરવા પર, જ્યારે આપણા એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં શહીદ થયા, તેમના મૃત્ય પર રડવું આવ્યું નહીં.
કોલકાતા: લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)ના વધતા રાજકીય પારા વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળના પ્રવાસ પર છે. ત્યાં પ્રેસ કોન્ફરેન્સમાં કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બાટલા હાઉસમાં જ્યારે એન્કાઉન્ટર થયું, સોનિયાજીને રડવું આવી ગયું હતું, બાટલા હાઉસમાં આતંકવાદીઓના મરવા પર, જ્યારે આપણા એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં શહીદ થયા, તેમના મૃત્ય પર રડવું આવ્યું નહીં. તેના પર કોંગ્રેસને વિચાર કરવો જોઇએ.
વધુમાં વાંચો: કોંગ્રેસે દિલ્હીની 6 બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર, શીલા દીક્ષિતને મળી ટિકિટ, આ છે લિસ્ટ
શરણાર્થિઓના મુદ્દે અમિત શાહે કહ્યું કે, બાંગલાદેશથી જે શરણાર્થિઓ આવ્યા છે, ભલે તે હિંદૂ, બૌદ્ધ, શીખ, જૈન અને ખ્રિસ્તિ હોય, તેમના વિશે ભાજપે તેમના સંકલ્પ પત્રમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમને નાગરિકતા આપવામાં આવશે. આ સંબંધમાં તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ (સીએબી) પહેલા આવશે, તેના અંતર્ગત દરેક શરણાર્થિઓને નાગરિકતા આપવામાં આવશે. ત્યારબાદ એનઆરસી આવશે. શરણાર્થિઓને ચિંતા કરવાની જરૂર નથી. માત્ર ઘૂસણખોરોને તેની ચિંતા કરવાની છે. પહેલા સીએબી આવશે, ત્યારબાદ એનઆરસી આવશે. એનઆરસી માત્રક્ષ બંગાળ માટે નહીં આવે પરંતુ સમગ્ર દેશ માટે હશે. તેની સાથે જ શાહે કહ્યું કે, બંગાળમાં માત્ર ભાજપ જ સરસ્વતી પૂજા અને દૂર્ગા પૂજા આયોજન સન્માનની સાથે કરાવી શકે છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...
અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર આજે નિર્ણય સંભવ, કોર્ટ પહોંચ્યા વકિલ
આ સાથે જ કહ્યું કે, દેશની સુરક્ષા કોણણ કરી શકશે. તેની પસંદગી જનતા કરવા જઇ રહી છે. આતંકવાદમાં ઝીરો ટેરેરિઝમ કરવા માટે ભાજપ સરકાર બનવા જઇ રહી છે. ત્યારે બીજી તરફ વિપક્ષ દેશની સુરક્ષા માટે વિખેરાતી દેખાઇ રહી છે. વિપક્ષ માટે દેશની સુરક્ષાનો કોઇ માપદંડ નથી. વિપક્ષના ચૂંટણી ઢંઢેરામાં દેશની સુરક્ષાની કોઇ વાત દેખાતી નથી.
વધુમાં વાંચો: કોંગ્રેસે હરિયાણામાં કરી વધુ 5 ઉમેદવારની જાહેરાત, ભૂપિંદર હુડ્ડાને સોનીપતથી આપી ટિકિટ
અમિત શાહે કહ્યું કે, અમે પારદર્શી નેતૃત્વ આપવાનો પ્રયાસ કર્યો છે, કઠોર નિર્ણય લેનાર નેતૃત્વ આજે ભાજપ પાસે છે. વિપક્ષ પાસે આ પ્રકારનું નેતૃત્વ કરનાર કોઇ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, ગરબી કલ્યાણની ગતિને અમે વધુ આગળ વધારી શું. આઝાદીના 75મી વર્ષગાંઠ પર એક પણ પરિવાર એવા નહીં હોય જેના ઘરમાં વીજળી, પાણી, સ્વાસ્થ્ય સુવિધા ના હોય. એવો એક પણ પરિવાર નહીં હોય. દરેકને સુવિધાઓ અમારી સરકાર આપશે, આ વાતને આગળ લઇ જવા માટે અમે એવો રોડમેપ તૈયાર કરશું.