અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર આજે નિર્ણય સંભવ, કોર્ટ પહોંચ્યા વકિલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યૂપીના અમેઠીમાં દાખલ કરવામાં આવેલા ઉમેદવારી પત્રની તપાસ પર આજે નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીની અમેઠી બેઠકથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.

અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર આજે નિર્ણય સંભવ, કોર્ટ પહોંચ્યા વકિલ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યૂપીના અમેઠીમાં દાખલ કરવામાં આવેલા ઉમેદવારી પત્રની તપાસ પર આજે નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીની અમેઠી બેઠકથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. તેમમે અમેઠીમાં તેમનું જે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. તેના પર ત્યાંના સ્વતંત્ર ઉમેદવાર ધ્રુવપાલ કૌશલે વાંધો ઉઠાવ્યો હતો.

તેમના અનુસાર રાહુલ ગાંધીએ તેમના ઉમેદવારી પત્રમાં ખોટી જાણાકારી આપી છે. ધ્રુવપાલે રિટર્નિંગ ઓફિસરથી તેની તપાસની માગ કરી હતી. આ પી રિટર્નિંગ ઓફિસરે રાહુલના ઉમેદવારી પત્રની તપાસ 22 એપ્રિલ સુધી સ્થગિત રાખી હતી. એવામાં આજે તેના પર મહત્વનો નિર્ણય આવી શકે છે.

ધ્રુવ લાલે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતા તેમના ઉમેદવારી પત્રની તપાસની માગ કરી હતી. તેમના વકિલ રવિ પ્રકાશનું કહેવું હતું કે, બ્રિટનના એક રજિસ્ટ્રર્ડ કંપનીના દસ્તાવેજોમાં તેમણે તેમની બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કર્યો છે અને બિન ભારતીય દેશમાં ચૂંટણી લડી શકતા નથી.

રવિ પ્રકાશનું કહેવું છે કે, આ સાથે જ રાહુલ ગાંધીના શૈક્ષણિક સર્ટિફિકેટમાં પણ ઘણી બધી ભૂલ છે. તેમણે માગ કરી છે કે રાહુલ ગાંધીના ઓરિજનલ શૈક્ષણિક દસ્તાવેજ સામે આવવા જોઇએ. જણાવી દઇએ કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ ત્યાં પણ તેમનું ઉમેદવારી પત્ર નોંધાવી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news