કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા જ નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગૂ કરી દેવામાં આવશે. આ માટે મનમાં કોઈ જ કન્ફ્યૂઝન હોવી જોઈએ નહીં. હું સ્પષ્ટ શબ્દોમાં કહુ છું કે સીએએથી કોઈની નાગરિકતા જશે નહીં. અત્રે જણાવવાનું કે એક કાર્યક્રમમાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ જલદી લાગૂ થઈ જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો આ મોટો દાવ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષ પર આરોપ
અમિત  શાહે વિપક્ષ પર મુસલમાનોને ગુમરાહ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા સીએએ લાગૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં  બંગાળ પ્રવાસ દરમિયાન શાહે દાવો કર્યો હતો કે સીએએ લાગૂ કરતા કોઈ રોકી શકે તેમ નથી. 


કેમ વિલંબ?
અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદો 2019માં જ બની ગયો હતો. પરંતુ હજુ સુધી દેશમાં લાગૂ થઈ શક્યો નથી. નાગરિકતા સંશોધન બિલ સંસદમાં પાસ થયા બાદ જ તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો. તમને શાહીન બાગ નામ તો યાદ જ હશે. દિલ્હીમાં આ જગ્યાએ મહીનાઓ સુધી ધરણા ચાલ્યા હતા. જો કે પછી કોવિડના કારણે પ્રદર્શન હટાવવું પડ્યું હતું. સીએએના વિરોધમાં નોર્થ ઈસ્ટ દિલ્હીમાં તોફાનો પણ થયા હતા. 


શું છે નાગરિકતા સંશોધન કાયદો?
સરળ ભાષામાં કહીએ તો નાગરિકતા સંશોધન કાયદો એ છે કે જે લાગૂ થવાથી ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા અલ્પસંખ્યક સમુદાયોને સરળતાથી ભારતમાં નાગરિકતા મળી જશે. આ અલ્પસંખ્યકોમાં હિન્દુ, શીખો, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી સામેલ છે. નાગરિકતા સંશોધન કાયદામાં આ લોકો માટે  ભારતની નાગરિકતા મેળવવાની પ્રોસેસ સરળ બનાવવામાં આવી છે. 


સીએએ લાગૂ થવાથી નહીં જાય નાગરિકતા
કેન્દ્ર સરકાર પહેલા પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે દેશમાં સીએએ લાગૂ થવાથી કોઈની નાગરિકતા જશે નહીં. સીએએમાં એવી કોઈ જોગવાઈ નથી. સીએએ તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને ભારતમાં નાગરિકતા આપવા માટે છે. એ વાત કોઈનાથી છૂપી નથી કે આ દેશોમાં છેલ્લા કેટલાક દાયકાઓથી કઈ રીતે અલ્પસંખ્યકોને સતાવવામાં આવી રહ્યા છે. તેમનું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. તેમની વહુ દીકરીઓના અપહરણ કરીને જબરદસ્તથી લગ્નો થઈ કરાવવામાં આવે છે. તેનાથી જ સુરક્ષા માટે સરકાર સીએએ લાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube