પુરૂલિયા : પાતનાં રાજનીતિક પ્રતિદ્વંદીઓની વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કરતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે પાર્ટી કાર્યકર્તાઓનું બલિદાન એળે નહી જાય તેવો હુંકાર કર્યો હતો. એક જનસભાને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જો બંગાળની જનતા બાંગ્લાદેશથી ઘૂસણખોરી અટકાવવા માંગે છે તો તેમણે મમતા સરકારને ઉખાડીને ફેંકવી પડશે. 

અમિત શાહે રાજ્યમાં હિંસા ભડકાવવા માટે રાજ્યની મમતા સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, જે લોકો રવિનદ્ર સંગીત સાંભળતા હતા તેઓ હવે બોમ્બની આવાજ સાંભળે છે. શાહે કહ્યું કે હિંસા ક્યારે પણ બંગાળની સંસ્કૃતી નથી રહે. આ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર, બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવી મહાન હસ્તિઓનું રાજ્ય છે. અને હવે તમે બધા જ જોઇ શકો છો કે મમતાએ આ રાજ્યની સાથે શું કર્યું છે. અગાઉ ગુરૂવારે શાહે કથિત રીતે રાજનીતિક હિંસા અંગે ભાજપ કાર્યકર્તાઓનાં પરિવાર સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહી જાય.