ગૃહમંત્રી અમિત શાહે કોરોનાને આપી માત, ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ
ગત કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ગૃહમંત્રી અમિત શાહનો તાજેતરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પ્રકારે કોરોનાને માત આપી છે. તેમૅણે પોતે ટ્વિટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નવી દિલ્હી: ગત કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા ગૃહમંત્રી અમિત શાહનો તાજેતરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પ્રકારે કોરોનાને માત આપી છે. તેમૅણે પોતે ટ્વિટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ આપીને મારો અને મારા પરિજનોને આત્મવિશ્વાસ વધાર્યો, તે બધાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર્સની સલાહ પર હજુ પણ થોડા સુધી હોમ આઇસોલેશનમાં રહીશ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube