હિતેન વિઠલાણી/દિલ્હી: રાજધાનીમાં આવેલા ગુજરાત ભવનમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના 26 સાંસદ અને રાજ્યસભાના 8 સાંસદોની સાથે સંઘટન મંત્રી રામલાલ, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર તોમર અને અર્જુન રામમેધવાલ પણ બેઠકમાં પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014નો રેકોર્ડ ફરી રિપીટ કરવા માટે મિશન 2019ને લઈ ફરી 26 બેઠકો જીતવાનો મંત્ર અમિત શાહે સાંસદોને આપ્યો. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અમિત શાહ અને રામલાલ દ્વારા સંઘટનની આગામી દિવસોની કાર્યક્રમની દિશા બતાવતા ફરી 26 બેઠકો જીતનો મંત્ર અને માર્ગદર્શન આપ્યું હતું.


અમિત શાહનો સવાલ, મધ્યપ્રદેશમાં વંદેમાતરમ ગાવા પર પ્રતિબંધનો નિર્ણય શું રાહુલ ગાંધીનો છે?


મહત્વનું છે, કે આ બેઠકમાં લોકસભા 2019ની ચૂંટણીને લઇને વ્યૂહ રચના ઘડવામાં આવી અને કેવી રીતે કાર્ય કરવું અમે બુથ લેવલથી લઈને અનેક કાર્યક્રમો તમામ સાંસદો પોત પોતાના ક્ષેત્રમાં યોજશે. તો કેંદ્ર સરકારની તમામ યોજનાના લાભાર્થીઓને પણ ગુજરાતની જનતા સુધી પહોચાડવામાં આવશે. જેથી બીજેપી પોતાના ફરી એક વાર મોદી સરકારના નારાને સાકાર કરી ગુજરાતમાં 26 બેઠકો જીતી શકે છે.