અમિત શાહ પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું-બંધારણનું સન્માન કરતા નથી શાહ
કોંગ્રેસે કહ્યું કે, તેના ગઠબંધનને ભાજપ કરતા 21 ટકા વધુ મત મળ્યા છે અને ચૂંટણી પરિણામો દરમિયાન કોંગ્રેસે જેડીએસનું સમર્થન કરવાની જાહેરાત કરી દીધી હતી.
નવી દિલ્હીઃ કર્ણાટક રાજકીય ઘમાસાણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીએસ યેદિયુરપ્પા દ્વારા મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સાથે વાત કરતા શાહે કહ્યું કે, કોંગ્રેસે જેડીએસ સાથે મળીને જનાદેશનું અપમાન કર્યું છે. તેના પર કોગ્રેસે અમિત શાહ પર પલટવાર કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે, અમિત શાહને બંધારણની જાણકારી નથી કે તેઓ બંધારણનું સન્માન કરતા નથી.
આનંદ શર્માએ કહ્યું કે, જો અમિત શાહને બંધારણની જાણકારી હોય તો તે તેનું સન્માન કરતા નથી. તેમણે કહ્યું, ભાજપ કોંગ્રેસ પર જનાદેશનો અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે, જ્યારે ખૂદ ભાજપ દરેક જગ્યાએ જનાદેશની સાથે-સાથે લોકતંત્ર અને બંધારણનું અપમાન કરે છે.
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી કર્ણાટક મુદ્દે ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તેના ગઠબંધનને ભાજપ કરતા 21 ટકાથી વધુ મત મળ્યા અને ચૂંટણી પરિણામ દરમિયાન જ કોંગ્રેસે જેડીએસનું સમર્થન કરવાનું એલાન કરી દીધું હતું. ત્યારબાદ ભાજપે સત્તાના જોરે કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કર્યો, પરંતુ સત્યની સામે ભાજપની જૂઠ વધુ ન ટકી શક્યું અને યેદિયુરપ્પા ફ્વોર ટેસ્ટમાં બહુમત સાબિત ન કરી શક્યા.
આનંદ શર્માએ આરોપ લગાવ્યો કે, કાલાનાણાની વાત કરનારી ભાજપ પોતે ધનકુબેર છે અને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ કોંગ્રેસ હંમેશા સત્યતા માટે સંઘર્ષ કરે છે. તેથી કોઈ ધારાસભ્ય ભાજપના કહેવામાં ન આવ્યો. ત્યાં સુધી કે ભાજપને પોતાના ધારાસભ્યોની નિષ્ઠા પર વિશ્વાસ ન હતો. તેથી ભાજપે પોતાના ધારાસભ્યોને પાર્ટીમાં બન્યા રહેવા માટે 20-20 કરોડ રૂપિયા આપ્યા છે.