નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ મંગળવારની પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (Naveen Patnaik) સાથે ફોન પર વાત કરી અને તેમણે મહા ચક્રવાત અમ્ફાન (Amphan Cyclone)થી ઉત્પન્ન થનારી સ્થિતિનો સામનો કરવા માટે તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર


બેનર્જીની સાથે ટેલીફોન પર વાતચીતમાં શાહે પશ્ચિમ બંગાળની સ્થિતિની માહિતી મેળવી, જ્યાં બુધવારના ચક્રવાતના પહોંચવાની આશંકા છે.


ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ચક્રવાચ અમ્ફાનના કારણે ઉત્પન્ન સ્થિતિનો સામનો કરવા માટે ગૃહ મંત્રીએ તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. પટનાયકની સાથે ફોન પર પોતાની વાતચીતમાં શાહે ઓડિશામાં સ્થિતિની સમીક્ષા કરી અને તેમને તેનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારથી તમામ આવશ્યક સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું છે.


આ પણ વાંચો:- કોરોના પર યોજાશે વિપક્ષની મોટી બેઠક, મમતા-ઉદ્ધવ સહિત 15 પાર્ટીઓના નેતા થશે સામેલ


અમ્ફાન સોમવારના મહા ચક્રવાચમાં બદલાઈ ગયું છે. બે દશકમાં બંગાળની ખાડીમાં આ એવું બીજું પ્રચંડ ચક્રવાતી તોફાન છે. ચક્રવાચના 20 મેના પશ્ચિમ બંગાળના તટ પર અથડાવવાની આશંકા છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારના ગૃહ મંત્રીની સાથે એક ઉચ્ચ સ્તરની બેઠક કરી, જેમાં ચક્રવાચથી ઉત્પન્ન થનારી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ચક્રવાતથી પ્રભાવિત થતા રાજ્યોમાં સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube