કોરોના પર યોજાશે વિપક્ષની મોટી બેઠક, મમતા-ઉદ્ધવ સહિત 15 પાર્ટીઓના નેતા થશે સામેલ

કોરોના સંકટ પર વિપક્ષના નેતાઓની એક મોટી બેઠક શુક્રવારે બપોરે 3 કલાકે યોજાશે. આ બેઠકમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન સહિત ઘણા નેતા વીડિયો કોન્ફરન્સથી જોડાશે. 
 

કોરોના પર યોજાશે વિપક્ષની મોટી બેઠક, મમતા-ઉદ્ધવ સહિત 15 પાર્ટીઓના નેતા થશે સામેલ

નવી દિલ્હીઃ કોરોના સંકટ પર વિપક્ષના નેતાઓની એક મોટી બેઠક શુક્રવારે બપોરે 3 કલાકે યોજાશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત ઘણા નેતાઓ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં 15 રાજકીય પાર્ટીના નેતા ભાગ લેશે. 

પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આ બેઠકમાં કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિનિધિ ભાગ લેશે કે  નહીં. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોના અને લૉકડાઉનને લઈને મોદી સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાઓ પર વાત થશે અને સરકાર તરફથી રાજ્યોની સાથે કરવામાં આવી રહેલાં વર્તન પર ચર્ચા થશે. 

થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બેઠકમાં સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું હતું કે, આવા સમયમાં કેન્દ્રએ રાજનીતિ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈમાં રાજ્યો સારૂ કામ કરી રહ્યાં છે. કેન્દ્રએ સમજવુ જોઈએ કે બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદ લાગે છે. 

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના મૃત્યુ

આ પહેલાં 26 એપ્રિલે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, અમે કેન્દ્ર પાસે દાળ માગી, કારણ કે અમે અમાાર રાજ્યમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને અનાજ આપીએ છીએ, પરંતુ અમારી પાસે માત્ર ચોખા છે. તેથી અમે દાળ અને ઘઉંની માગ કરી છે જે અમને અત્યાર સુધી મળ્યા નથી. મને લાગે છે કે દાળમાં કંઇક કાળુ છે પરંતુ દાળ તો આવવા દો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news