નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) લોકસભા બાદ રાજ્યસભામાં પણ  પાસ થઇ ચુક્યું છે. બિલનાં પક્ષમાં 125 મત આવ્યા હતા અને વિરોધમાં 105 મત આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ રાજ્યસભામાં અગાઉ પાસ થઇ ચુક્યું છે. આ અગાઉ નાગરિકતા બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ પણ રદ્દ થયો હતો. સિલેક્ટર કમિટી પાસે આ બિલને મોકલવાનાં પક્ષમાં 124 મત પડ્યા હતા અને વિરોધમાં 99 મત પડ્યા હતા. જ્યારે શિવસેનાએ સદનમાંથી વોકાઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, મુસ્લિમોએ ગભરાવાની કોઇ જ જરૂર નથી. નાગરિકતા બિલમાં કોઇ પણ ભારતીય નાગરિકની નાગરિકતા પરત લેવાની કોઇ જ જોગવાઈ નથી. બંગાળ  સહિત દેશનાં તમામ રાજ્યોમાં આ બિલ લાગુ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતાઓએ તેના પર અનેક સવાલો ઉઠાવ્યાં. બિલ પર વોટિંગ અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપ્યાં. અમિત શાહે કહ્યું કે જો દેશના ભાગલા ન પડ્યાં હોત તો આ બિલ પણ ક્યારેય લાવવું પડ્યું ન હોત. દેશના ભાગલા બાદ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેના સમાધાન માટે  હું આ બિલ લાવ્યો છું. ગત સરકારો સમાધાન લાવી હોત તો પણ આ બિલ લાવવું ન પડ્યું હોત. 


તેમણે કહ્યું કે નહેરું લિયાકત સંધિ હેઠળ બંને પક્ષોએ સ્વીકૃતિ આપી કે લઘુમતી સમાજના લોકોને બહુમતી સમાજની જેમ જ સમાનતા આપવામાં આવશે. તેમના વ્યવસાય, અભિવ્યક્તિ અને પૂજા કરવાની આઝાદી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ વચન લઘુમતીઓને અપાયું હતું. પરંતુ ત્યાં લોકોને ચૂંટણી લડતા રોકવામાં આવ્યાં. તેમની સંખ્યા સતત ઘટતી ગઈ. અને અહીં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ચીફ જસ્ટિસ જેવા અનેક ઉચા પદો પર લઘુમતીઓ રહ્યાં. અહીં લઘુમતીઓનું સંરક્ષણ થયું છે. 


શિવસેના પર બરાબર સાધ્યું નિશાન
લોકસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપતા હતાં ત્યારે અમિત શાહે શિવસેના ઉપર પણ બરાબર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. એવું તે શું થઈ ગયું કે તેમણે રાતો રાત પોતાનું સ્ટેન્ડ બદલી લીધુ. શાહે કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે સત્તા માટે લોકો કેવા રંગ બદલે છે. શિવસેનાએ સોમવારે લોકસભામાં બિલનું સમર્થન કર્યું હતું. મહારાષ્ટ્રની જનતા જાણવા માંગે છે કે રાતે એવું તે શું થયું કે શિવસેનાએ પોતાનું સ્ટેન્ડ બદલ્યું. 


નોંધનીય છે કે શિવસેનાએ લોકસભામાં જ્યારે આ બિલને રજુ કરાયું ત્યારે તેનું સમર્થન કર્યું હતું. કહેવાય છે કે કોંગ્રેસમાં શિવસેનાના આ પગલાને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. જ્યારે રાજ્યસભાનો વારો આવ્યો તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યુટર્ન લઈ લીધો હતો. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ પર વિસ્તૃત ચર્ચા થાય તો જ સમર્થન આપીશું. 


અમિત શાહના સંબોધનની મુખ્ય વાતો...


- સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ ઉડી ગયો. શિવસેનાના સાંસદોએ આ વોટિંગમાં ભાગ લીધો નથી. સિલેક્ટ કમિટીને મોકલવાની ફેવરમાં 99 અને ન મોકલવા માટે 124 મત પડ્યા હતાં. જેને લઈને હવે પ્રસ્તાવ ઉડી જતા હવે આ બિલ માટે મહત્વનું મતદાન થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube