નવી દિલ્હી : અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેઓ મિશન 2019 હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્વાઇન ફ્લુ બિમારીની સારવાર પુર્ણ કર્યા બાદ બે દિવસ માટે પશ્ચિમ બંગાળમાં રહેશે. મંગળવારે શાહ માલદામાં રહેશે. ત્યાર બાદ બુધવારે તેઓ ઝારગ્રામમાં જનસભાને સંબોધિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઠબંધનમાં PM બનવા માટેની લાઇન લાગી
અમિત શાહે કહ્યું કે, ગઠબંધનની રેલીમાં 23માંથી 9 તો વડાપ્રધાન બનવા માટે થનગની રહ્યા હતા, અહીં તો વડાપ્રધાન બનવાની લાઇનો લાગી છે, પરંતુ અમારા ભાજપમાં માત્ર એક વડાપ્રધાન મોદી અડગ ઉભા છે


મહાગઠબંધનની રેલીમાં એક પણ વ્યક્તિએ ભારત માતા કી જયનો નારો ન ગુંજ્યો...
મહાગઠબંધન અંગે અમિત શાહે કહ્યું કે, સ્વાર્થનું ગઠબંધન છે, તેમની રેલીમાં ભારત માતા કી જય વંદે માતરમનો એક પણ નારો નહોતો લાગ્યો... તેઓ મોદીને હટાવવા માંગે છે, પરંતુ અમે ગરીબીને હટાવવા માંગીએ છીએ. 


હવે મારા પર ફોકસ કરશે મમતા બેનર્જી
અમિત શાહે કહ્યું કે, મારા હેલિકોપ્ટરને ઉતરવા માટે પરમિશન નથી આપવામાં આવી.જો નહી મળે તો શું અમે હેલિકોપ્ટરથી જ રેલી કરીશું, માર્ચ કરીશું. તેમણે કહ્યું કે, હવે મમતા દીદી મારા પર કેસ કરશે, ગત્ત વખતે આવ્યો હતો તો પણ કેસ કર્યો હતો. તેમણે કહ્યું કે, મમતા દીદી બંગાળમાં આયુષ્માન ભારત યોજનાને લાગુ કરતા અટકાવી રહ્યા છે, સમગ્ર દેશનાં ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મળી રહી છે, પરંતુ બંગાળમાં નથી.


અમિત શાહે કહ્યું કે, કોઇને નહી ચુકવવો પડે સિંડિકેટ ટેક્સ
અમિત શાહે કહ્યું કે, એકવાર મમતા સરકાર હટી અને કમળ ખીલ્યું તો કોઇને સિંડિકેટ ટેક્સ નહી ચુકવવો પડે. તેમણે કહ્યું કે, બંગાળની અયોગ્ય સરકારને ઉખાડી ફેંકો, ભાજપની સરકાર તમારુ રક્ષણ કરશે. તેમણે કહ્યું કે, બંગાળમાં સંપુર્ણ ઉદ્યોગ ઠપ્પ છે, પરંતુ બોમ્બ અને બંદુકની ફેક્ટ્રીઓ ચાલી રહી છે


અમિત શાહનું વચન હિંદુ શરણાર્થીઓને આપશે નાગરિકતા
માલદા રેલીમાં અમિત શાહે કહ્યું કે, મમતા સરકારને ઘુસણખોરો સારા લાગે છે. અમે ઘુસણખોરોને બહાર કાઢી નાખીશું. શાહે કહ્યું કે, બંગાળનાં કોઇ પણ હિંદુ-શીખ શરણાર્થીઓને બહાર નહી કાઢવામાં આવે અને નાગરિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંગાળમાં મમતા બેનર્જીએ દુર્ગા વિસર્જનની પરવાનગી નહોતી આપી,  જો વિસર્જન અહીં નહી કરીએ તો શું પાકિસ્તાન જઇને કરીશું. 


... યાત્રી નિકળી હોત તો મમતા સરકારની અંતિમ યાત્રી નિકળી ગઇ હોત
માલદા રેલીમાં શાહે કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સતત બંગાળમાં મહેનત કરી રહ્યા હતા, અમારી યાત્રા નિકળી હોત તો તેમની સરકારની અંતિમ યાત્રા નિકળી જાત. એટલા માટે પરવાનગી આપવામાં ન આવી. હવે અમે વધારે મહેતન કરીશું. તેમણે કહ્યું કે, મમતા સરકારે બંગાળને કંગાળ કરી દીધું છે.


શાહે કહ્યું મમતા સરકારે બાંગ્લા સંસ્કૃતીનો નાશ કરી રહી છે
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, મમતા સરકારે બંગાળની સંસ્કૃતીને ખતમ કરી દીધી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારે પણ સુભાષ બાબુનું સન્માન નતી કર્યું પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનું સન્માન કરવા માટે અંડમાન પહોંચ્યા. તેમણે કહ્યું કે, મમતા સરકારે રાજ્યનાં ઉદ્યોગને ખતમ કરી દીધા. બંગાળની જનતા કમ્યુનિસ્ટને હટાવ્યા અને મમતા બેનર્જીને તક આપી, પરંતુ આજે લોકો કરી રહ્યા છે કે તેના કરતા તો સારા કમ્યુનિસ્ટ હતા. 


મમતા સરકાર લોકશાહીનું ગળુ રૂંધી રહી છે
માલદા રેલીમાં અમિત શાહે કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કરવા માટે આવ્યો છું. અમારો સંકલ્પ છે અમે મમતા સરકારને ઉખેડી ફેંકીશું. અમારી સરકાર બંગાળમાટે ખુબ જ મહત્વપુર્ણ છે. 2019ની ચૂંટણી નક્કી કરશે કે શું હત્યાઓ કરાવનારા ટીએમસી સરકાર રહેશે કે જશે. તેમણે કહ્યું કે, મમતા સરકાર લોકશાહીનું ગળુ રુંધી રહી છે. 


- આજે અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે
- આજે માલદા ખાતે ચૂંટણી જનસભાને સંબોધિત કરશે
- અહીં હેલિકોપ્ટર લેંડિંગ મુદ્દે અગાઉ ઘણો વિવાદ થઇ ચુક્યો છે. 
- 23 જાન્યુઆરીના રોજ ઝારગ્રામમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. 



...અને લેન્ડ થયું અમિત શાહનું હેલિકોપ્ટર
ભાજપ અધ્યક્ષ અમિત શાહ બહુચર્ચિત માલદા રેલીને સંબોધિત કરવા માટે પહોંચી ચુક્યા છે. તેમનું હેલિકોપ્ટર અહીં જનસભા સમારંભ નજીક જ લેન્ડ કરવામાં આવ્યું હતું. 



માલદા માટે રવાના થયા અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળનાં માલદા માટે રવાના થઇ ચુક્યા છે. અહીં તેઓ જનસભાને સંબોધિત કરસે.