નવી દિલ્હી : નક્સલવાદીઓનાં ખાતમા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલપ્રભાવિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સોમવારે 26 ઓગષ્ટે સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવનમાં થશે. આ બેઠકમાં અમિત શાહ નક્સલ પ્રભાવિત 10 રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર નક્સલવાદના મુદ્દે બેઠક કરવા જઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટલીનો અંતિમ સંસ્કાર જે પ્રકારે થયા તે દરજ્જો માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને જ મળે છે
બેઠકમાં ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવેલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સોમવારે સવારે દિલ્હી પહોંચશે. જ્યારે પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીની દિલ્હી આવવા પર સસ્પેંસ છે. સુત્રો અનુસાર બેઠકમાં નક્સલવાદીઓનાં નવા ઠેકાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ટ્રાઇ જંક્શન પર ચર્ચા થશે. ગૃહમંત્રી અમિત શાહ નક્સલવાદ પ્રભાવિત વિસ્કારમાં કાર્યોની સમીક્ષા કરશે. એક અંદાજ અનુસાર દેશનાં કેટલાક હિસ્સાઓમાં નક્સલવાદી ગતિવિધિઓ વધારે છે, તેના માટે એક મોટી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. 


G-7 સભ્ય નહી હોવા છતા મળ્યું આમંત્રણ, સતત વધી રહ્યો છે દેશનો દબદબો
મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, નક્સલવાદી હુમલાઓ એકાતરે દિવસે થતા રહે છે. સુરક્ષાદળનાં જવાનોને પણ વારંવાર આવા હુમલામાં જીવ ગુમાવવા પડે છે. ગૃહમંત્રાલયની આ બેઠકમાં નક્સલવાદી ઘટનાઓને અટકાવવા માટેની રણનીતિનો નિર્ધાર કરવામાં આવશે. જેમાં નક્સલવાદને કઇ રીતે ડામી શકાય તે અંગે ચર્ચા થશે.