નવી દિલ્હી: દેશના આંતરિક મામલામાં વધી રહેલા વિદેશી દરમિયાનગીરી એટલે કે ઇન્ટરનેશનલ ટુકડે-ટુકડે ગેંગની હરકતો પર ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)નું સખત નિવેદન આવ્યું છે. ભારતના અંગત મુદ્દા (Farmer's Protest) પર નિવેદનબાજી કરનાર પોપ ગાયિકા રિઆના  (Pop Star Rihanna ) સહિત જાણિતી વિદેશી હસ્તીઓના દુષ્પ્રચાર પર ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોઇપણ પ્રોપેગેંડા ભારતની એકતાને જોડી શકશે નહી. ના કોઇ ભારતને ઉંચાઇ પર જતાં રોકી શકશે નહી. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ટ્વીટ દ્રારા જવાબ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટ દ્રારા આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, 'કોઇ પ્રોપેગેંડા ભારતની એકતાને તોડી શકશે નહી. કોઇ પ્રોપેગેંડા ભારતને ઉંચાઇઓ પ્રાપ્ત કરતાં રોકી શકશે નહી. ભારતનું ભાગ્ય કોઇ પ્રોપેગેંડા નહી, ફક્ત પ્રગતિ નક્કી કરશે. પ્રગતિ માટે ભારત એક છે અને સાથે છે. ' ગૃહમંત્રીએ ટ્વીટ સાથે હેશટેગ #IndiaAgainstPropaganda  #IndiaTogether નો જવાબ આપ્યો છે. 


આ જાણિતી વિદેશી હસ્તીઓએ કહી આ વાત
અત્રે ઉલ્લેખનીય છે કે કિસાન આંદોલનને લઇને કેનેડા પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) અને તેમની કેબિનેટના મંત્રીઓ પણ નિવેદનબાજી કરી હતી. તે સમયે પણ ભારતીય વિદેશ વિભાગ (MEA) એ કનાડા અને અન્ય સંબંધિત લોકોને કડક શિખામણ આપી. આ મુદ્દે આ વખતે અમેરિકી પોપ ગાયિકા રિઆના, સ્વીડનની જલવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અમેરિકી અભિનેત્રી અમાંડા કેરનીનું નામ જોડાયેલું છે. આ તમામ દેશમાં ચાલુ આંદોલનોના ફોતા પોસ્ટ કરતાં ભારતના આંતરિક મુદ્દાઓપ પર ટિપ્પણી કરી.


વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
એવા બિનજરૂરી નિવેદનબાજીને લઇને ભારતમાં તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશી મંત્રાલય ઉપરાંત સરકારના ઘણા મંત્રીઓ અને રમત-ગમતથી માંડીને બોલીવુડ હસ્તીઓને આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રદર્શનમાં ઉતાવળમાં ટિપ્પણી પહેલાં તથ્યોની તપાસ કરવી જોઇએ અને સોશિયલ મીડિયા પર હેશટેગ તથા સનસનીખેજ ટિપ્પણીઓનો પડકાર ના તો યોગ્ય છે ના તો જવાબદારીપૂર્ણ છે. મંત્રાલયે કહ્યું કે કેટલીક નિહિત સ્વાર્થી સમૂહ પ્રદર્શનો પર પોતાનો એજન્ડા થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સંસદમાં પૂરી ચર્ચા બાદ મંજૂરી કૃષિ સુધારા વિશે દેશના કેટલાક ભાગોમાં ખેડૂતનો ખૂબ નાના વર્ગને વાંધો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube